1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (21:57 IST)

મલાઈકા અને અર્જુન કપૂરનુ બ્રેકઅપ ? જાણો શુ બોલ્યા અર્જુન કપૂર

અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંને પહેલા પોતાના સંબંધોને બધાથી છુપાવતા હતા અને સાથે ફોટો શેર કરતા નહોતા. પણ હવે બંનેને કોઈનો ડર નથી. અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો ફોટો શેર કરીને પોતાના સંબંધોનો ખુલાસો કર્યો હતો. આ પછી બંને એકસાથે વેકેશન પર જાય છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટો પણ શેર કરે છે. ફેંસને પણ બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે.  જો કે હંમેશા એકબીજાને પ્રેમ અને સપોર્ટ કરનારી આ જોડી વિશે આજે એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને ફેન્સ પણ શોકિંગ છે. 
 
તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અર્જુન અને મલાઈકાનો 4 વર્ષનો સંબંધ તૂટી ગયો છે. પરંતુ હવે આ સમાચારો પર અર્જુન કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. અર્જુને મલાઈકા સાથેનો ફોટો શેર કર્યો છે.
 
અર્જુને મલાઈકા અરોરા સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ફાલતુ  અને ખોટી અફવાઓ માટે કોઈ જગ્યા નથી. સેફ અને સુરક્ષિત રહો. લોકો માટે સારું વિચારો અને પ્રાર્થના કરો. તમને સૌને પ્રેમ 

 
અર્જુનની આ પોસ્ટ પર ફેન્સની સાથે સેલેબ્સ પણ બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે. સાથે જ મલાઈકાએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.
 
ચાલો હવે અર્જુને આ વાતને કન્ફર્મ કર્યા બાદ ફેન્સ પણ ખુશ થઈ જશે. ઉલ્લેખનીય છે  કે નવા વર્ષ પહેલા અર્જુન કોવિડનો શિકાર બની ગયો હતો, તેથી તે મલાઈકા અરોરા સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરી શક્યો નહોતો. અર્જુને ફરી મલાઈકા સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું મિસ યુ. તે પ્રસંગે બંનેએ એકબીજા સાથે ઘણી પોસ્ટ શેર કરી હતી. મલાઈકા પણ અર્જુન વગર કોઈ પાર્ટીમાં ગઈ નહોતી. તેણી ઘરે જ રહી.
 
ક્યારે લગ્ન કરશે 
 
મલાઈકા અને અર્જુનના લગ્નને લઈને ઘણા સમાચાર આવ્યા છે, પરંતુ જ્યારે પણ બંનેને આ વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ ઈન્કાર કરે છે. એકવાર અર્જુને કહ્યું હતું કે, હું અને મલાઈકા હાલ જે ફેજમાં છીએ તેનો આનંદ લઈ રહ્યા છીએ અને અમે જ્યારે પણ લગ્ન કરીશું, તો ચોક્કસપણે તેના વિશે બધાને જણાવીશું.