રવિવાર, 28 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (20:34 IST)

સુશાંત કેસમાં મોટો ખુલાસો - જાણો કોણ એકાઉંટમાંથી પૈસા કાઢતુ હતુ, રિયા ઉપરાંત કોણ જાણતુ હતુ ATMની પિન

સુશાંત સિંહ પ્રકરણમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જે સૈમુઅલ મિરાંડા પર સુશાંતના પરિજનોએ તેના મોત પછી કેસ નોંધાવ્યો હતો, તે રિયાનો ખાસ નીકળ્યો. રિયાના ઈશારે અનેકવાર સૈમુઅલ પણ પૈસા કાઢી ચુક્યો છે. 
 
2019 ના 14 નવેમ્બરના રોજ  સૈમુઅલે પણ સુશાંતના ખાતામાંથી બે લાખ રૂપિયા પાછા કાઢ્યા હત. એટીએમમાંથી 20-20 હજાર કરીને આ રૂપિયા કાઢવામાં આવ્યા હતા.  સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા આ બધી બાબતોથી વાકેફ હતી.  સૈમુઅલ સુશાંતથી છિપાવીને પાસેથી પૈસા ઉપાડતો હતો. તેમને સુશાંત સિંહના કાર્ડસની પિન નંબર વિશે પણ માહિતી આપી. જો કે તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે.
 
સુશાંતના ખાતા વિશે બીજું કોણ-કોણ જાણતું હતું, તેની માહિતી પણ  તપાસ ટીમ કરશે.  એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સુશાંતના ખાતામાંથી જાણી જોઈને ઓછી કાઢવામાં આવતી હતી જેથી તેને કોઈ પણ પ્રકારની શંકા ન રહે. નોંધપાત્ર વાત એ છે કે મૃતક અભિનેતાના પરિવારે એફઆઈઆરમાં પણ આરોપ લગાવ્યો છે કે એક વર્ષમાં ધીરે ધીરે કરીને સુશાંત સિંહના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી
 
શ્રુતિ મોદી પણ જાણે છે ઘણા રહસ્યો 
 
સુશાંત સિંહની પીએ શ્રુતિ મોદી પણ તેના મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાણે છે. .  તપાસ એજન્સીઓએ પણ શ્રુતિ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રુતિ રિયા ચક્રવર્તીની પણ ખૂબ નિકટ હતી. તે સિદ્ધાર્થ પીઠાણીને પણ સારી રીતે જાણે છે. એવું માનવામાં આવે છે કે શ્રુતિ સુશાંતની મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલી શકે છે. આ મામલે તપાસ કરનારી ટીમ પણ તેમની લાંબી પૂછપરછ કરી શકે છે.
 
સુશાંતનું અવસાનને બે મહિના વીતી ગયા
સુશાંતનું અવસાન થઈને બે મહિના વીતી ગયા. 14 જૂને સુશાંતની લાશ તેના મુંબઈના ફ્લેટમાં મળી હતી. ત્યારથી, આ કેસમાં ઘણા રસપ્રદ મોડ આવ્યા છે. શરૂઆતમાં જ્યાં આ ઘટનાને આત્મહત્યા કહેવામાં આવી હતી તેમા પાછળથી એકદમ નવો વળાંક આવી ગયો. સુશાંતના પરિવારે પટણામાં કેસ દાખલ કર્યો.  રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને બીજા અનેક લોકો પર  એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. સુશાંતના પિતાએ એફઆઈઆરમાં રિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પટણા પોલીસની ટીમ મુંબઇ ગઈ હતી. અંતે, આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી