1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:03 IST)

વિવેક ઑબરૉય બનશે પીએમ મોદી, બની રહી છે બાયોપિક

Vivek Oberoi
બૉલીવુડમાં પાછલા કેટલાક સમયથી બા યોપિક બનવાના ટ્રેડ જોર પર છે. પહેલા માત્ર ખેલાડીઓની બાયોપિક બની રહી હતી પણ હવે ફિલ્મીન રાજનીતિક હસ્તીઓની પણ બાયોપિક બની રહી છે. 
 
ખબર આવી રહી છે કે ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ બાયોપિક બનશે. સૂત્રો મુજબ પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી બાયોપિક પર જાન્યુઆરી 2019થી કામ શરૂ થઈ જશે. જણાવી રહ્યું છે કે ફિલ્મમાં પીએમે મોદીનો રોલ અભિનેતા વિવેક ઑબરૉય ભજવશે. વિવેક આ ફિલ્મ માટે તૈયારીઓ પણ શરૂ કરી નાખી છે. 
ખબરોની માનીએ તો આ ફિલ્મની શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં હશે. પણ આ ફિલ્મનો ટાઈટલ અત્યાર સુધી નક્કી નહી થયું છે. પણ તેની ડાયરેક્ટર ફાઈનલ થઈ ગયા છે. પીએમ મોઈની બાયોપિકનો ડાયરેક્શન મેરીકૉમની બાયોપિક બનાવી ઉમંગ કુમાર કરશે. 
 
ફિલ્મની ટીમ પાછલા દોઢ વર્ષથી તેની સ્ટોરી પર કામ કરી રહી છે. ગણાઈ રહ્યું છે કે સંબંધિત ઑથોરિટીથી પરવાનગી માટે ગયા પછી જલ્દી જ તેની શૂટિંગ શરૂ કરાશે.