1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (11:55 IST)

83માં દીપિકા પાદુકોણ બનશે રણવીરની પત્ની, ફર્સ્ટ લુક થયુ રજુ

રણવીર સિંહના મુખ્યરોલવાળી ફિલ્મ '83' થી દીપિકા પાદુકોણનુ ફર્સ્ટ લુક સામે આવી ગયુ છે. ફિલ્મ 83માં દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ ભજવતી જોવા મળશે.  જેનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. લુકમાં દીપિકા પાદુકોણ શોર્ટ હેયર કટમાં દેખાય રહી છે. તેની સાથે પોસ્ટમાં રણવીર સિંહ પણ દેખાય રહ્યા છે. 
 
હવે સામે આવેલી ફોટોની વાત કરે તો તમે જોશો કે ફોટોમાં દીપિકા રણવીરનો હાથ પકડીને ઉભેલી દેખાય રહી છે. ફોટોમાં તે બ્લેક ફુલ સ્લીવ્સનુ હાઈનેક ટૉપ પહેરેલ છે અને હસી રહી છે. આ લુકમાં દીપિકાને ઓળખવી મુશ્કેલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દીપિકાનો કૈમિયો રોલ રહેશે. 
 
ઉલ્લેખનીય છે કે ફિલ્મ '83'નુ નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. આ 10 એપ્રિલ 2020ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજુ થશે.  ફિલ્મ મધુ મંટેના, સાજિદ નડિયાદવાળા અને રિલાયંસ એંટરટેનમેંટ દ્વારા સહ નિર્મિત કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. ફિલ્મ વર્ષ 1983માં થયેલ વર્લ્ડ કપ પર આધારિત છે.  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઉપરાંત અભિનેતા તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતિન સરના, ચિરાગ પાટિલ, હાર્ડી સંઘુ, એમી વિર્ક, બોમન ઈરાની અને પંકજ ત્રિપાઠી જેવા એક્ટર્સ જોવા મળશે.