રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (09:18 IST)

Deepika Padukone Pregnancy: પ્રેગનેન્ટ છે દીપિકા પાદુકોણ ? BAFTA ફિલ્મ એવોર્ડ્સમાં બેબી બમ્પ છુપાવતી જોવા મળી અભિનેત્રી!

Deepika Padukone Pregnancy: દીપિકા પાદુકોણે તાજેતરમાં બાફ્ટા ફિલ્મ એવોર્ડ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમય દરમિયાન, અભિનેત્રીના શિમરી સાડી લુકએ ઘણી ચર્ચા મેળવી.. એવોર્ડ શો દરમિયાન લોકોએ દીપિકાના બેબી બમ્પને જોયો, જેને અભિનેત્રી પોતાની સાડી વડે છુપાવતી જોવા મળી હતી. જોકે, દીપિકા પાદુકોણ કે રણવીર સિંહે તેમના પ્રથમ બાળકનું વેલકમ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી.
 
દીપિકા પાદુકોણને બાફ્ટામાં જોયા પછી, તેની પ્રેગ્નન્સીની અફવાઓ સામે આવવા લાગી. હવે સૂત્રોએ પુષ્ટિ કરી છે કે અભિનેત્રી ખૂબ જ ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહી છે. ધ વીકના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકા પાદુકોણ પ્રેગનેન્ટ છે. સૂત્રોના હવાલાથી રીપોર્ટમાં  કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી તેના બીજા ટ્રાઈમેસ્ટરમાં છે.

દીપિકાએ ફેમિલી પ્લાનિંગ પર કહી હતી આ વાત 
ગયા વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે પોતાના ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી. વોગ સિંગાપોર સાથે વાત કરતી વખતે દીપિકાએ કહ્યું હતું કે, રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારી ફેમીલી શરૂ કરીશું .
 
દીપિકા પાદુકોણનું વર્ક ફ્રન્ટ
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળી હતી. હવે તેની પાસે પ્રભાસ સાથે 'સિંઘમ અગેન' અને 'કલ્કી 2989 એડી' જેવા પ્રોજેક્ટ્સ પણ છે.