શનિવાર, 13 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:03 IST)

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બનવાના છે મમ્મી-પપ્પા, ઈંસ્ટાગ્રામ પર શેયર કરી ગુડ ન્યુઝ

Deepika Padukone pregnancy
Deepika Padukone pregnancy
દીપિકા-પાદુકોણ અને રણવીર સિંહ બનવા જઈ રહ્યા છે મમ્મી-પપ્પા, ઈંસ્ટગ્રામ પર શેયર કરી ગુડ ન્યુઝ 
નવી દિલ્હી. વર્ષ 2023માં પઠાન અને જવાન સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફાઈટર અભિનેત્રી દીપિકા પાદુકોણ થોડા દિવસ પહેલા પ્રેગનેંસીના સમાચાર સાંભળીને ચર્ચામાં હતી જો કે અભિનેત્રી કે તેમની ફેમિલીએ તેના પર  કોઈ રિએક્શન આપ્યુ નહોતુ કે ન તો ઓફિશિયલી કપલે એનાઉંસ કર્યુ હતુ. પણ હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ફેંસને ગુડ ન્યુઝ આપ્યા છે.  કપલે આ અવર પર ખૂબસૂરત પોસ્ટ શેયર કરી છે. જે ઝડપથી સોશિલ મીડિય પર વાયરલ થઈ રહી છે અને ફેંસ તેમને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે. 
 
દીપિકા પાદુકોણ-રણવીર સિંહે  શેર કરી પ્રેગનેંસી પોસ્ટ 


 
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેમાં બેબી સ્ટફની વચ્ચે ક્યૂટ ડિઝાઈનમાં એક તસવીર લખવામાં આવી છે, સપ્ટેમ્બર 2024 દીપિકા અને રણવીર. આ પોસ્ટ સાથે કેપ્શનમાં, અભિનેત્રીએ બે હાથ જોડી એક ઇમોજી અને એક અદ્રશ્ય ઇમોટિકન શેર કર્યું છે.
 
આ પોસ્ટ શેર થતાની સાથે જ સેલેબ્સ અને ફેન્સની કોમેન્ટ્સમાં રિએક્શનની ભરમાર લાગી ગઈ.  કૃતિ સેનને કોમેન્ટમાં લખ્યું, OMG બંનેને શુભેચ્છા. કુબ્રા સૈતે લખ્યું, ઓહહ આજે ઈન્ટરનેટ બ્રેક થઈ રહ્યુ  છે અભિનંદન. સિંગર શ્રેયા ઘોષાલે લખ્યું, OMG!! હું ખૂબ જ ઉત્સાહિત છું. તમારા બંને માટે ખુબ ખુશી છે. ખુબ ખુબ અભિનંદન. એક ફેને લખ્યું, બોલીવૂડ મધર રિયલ લાઈફમાં મધર બનવા જઈ રહી છે.