#MeToo: સુભાષ ઘઈ પર ફરી લાગ્યો છેડછાડનો આરોપ....પહેલા બોડી મસાજ કરવા કહ્યુ, પછી બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી

subhas ghai
Last Modified સોમવાર, 15 ઑક્ટોબર 2018 (13:24 IST)
બોલીવુડના શો મેન પર ફરી #MeToo હેઠળ લાગ્યો છે. એક્ટ્રેસ અને મૉડલ કેટ શર્માએ સુભાષ ઘઈ અપ્ર છેડછાડનો આરોપ લગાવતા વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેટએ જણાવ્યુ કે 6 ઓગસ્ટના રોજ તેમની બર્થડે પાર્ટી દરમિયાન ઘઈ એ બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી.

મળતી માહિતી મુજબ જે પાર્ટીમાં સુભાષ ઘઈએ કેટ શર્મા સાથે આ હરકત કરી એ સમયે પાર્ટીમાં 5-6 લોકો હાજર હતા. સુભાષએ કેટને બર્થડે પાર્ટી આપવાને બહાને બોલાવી હતી. કેક કાપ્યા પછી સુભાષે કેટને બૉડી
મસાજ આપવા માટે કહ્યુ, જ્યારે કેટ આપવા હાથ ઘોવા ગઈ ત્યારે સુભાષે તેને રૂમમાં વાત કરવા બોલાવી અને બળજબરીપૂર્વક કિસ કરવાની કોશિશ કરવા લાગ્યા.

કેટ શર્મા ટીવી શો મેરી દુર્ગામાં જોવા મળી હતી. ત્યારબાદ ઘઈએ પોતાની ફિલ્મ એતરાજની સીકવલ માટે કેટૅને સાઈન કરી લીધી હતી. કેટ મોડેલિંગ પ્ણ કરે છે.

કેટ શર્માએ આરોપ લગાવ્યો છે કે સુભાષ ઘાઈએ ઓગસ્ટ મહિનામાં તેને પોતાની પાસે બોલાવી અને મસાજ કરવા માટે કહ્યું, આ દરમિયાન ત્યાં પાંચ છ લોકો હાજર હતા. મે તેમને મસાજ કરી આપ્યું અને હાથ ધોવા માટે ગઈ, પરંતુ ત્યારે સુભાષ ઘાઈ મારી પાછળ આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી, આ દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ મામલે પોલીસે કેટ શર્માની ફરીયાદ દાખલ કરી છે.


આ પણ વાંચો :