સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (10:20 IST)

અભિનેતા જીતેન્દ્ર પર તેમની કઝિને લગાવ્યો ગંભીર આરોપ, બોલી - 18 વર્ષની વયે કર્યો હતો રેપ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રને એક મોટો સનસનીખેજ ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા જીતેન્દ્રની કઝિને આવુ કહીને હંગામો મચાવી દીધો છો કે અભિનેતાએ મારી સાથે બળજબરીથી યૌન શોષણ કર્યુ હતુ.  એટલુ જ નહી આ મહિલાએ જીતેન્દ્ર વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવતા હિમાચલ પ્રદેશમાં ફરિયાદ પણ નોંધાવી છે. 
 
પીડિતાએ કર્યો ખુલાસો - ઉલ્લેખનીય છે કે આ મહિલાના સનસનીખેજ ખુલાસા પછી જીતેન્દ્રની મુશ્કેલીઓથી ઘેરાય ગયા છે.  ખુદને પીડિત બતાવતા તેમની કઝિને ખુલાસો કર્યો છે કે તે જ્યારે 18 વર્ષની હતી અને જીતેન્દ્ર 28 વર્ષના હતા ત્યારે જીતેન્દ્દ્રએ મારી સાથે આ હરકત કરી હતી. પીડિતાએ એક્ટર વિરુદ્ધ ટૂંક સમયમાં જ  FIR નોંધાવી અને ધરપકડની માંગ કરી છે. 
 
પીડિતાએ સંભળાવી આપબીતી - પોતાની આપબીતી બતાવતા પીડિતાએ કહ્યુ, હુ જ્યારે 18 વર્ષનો હતો ત્યારે જીતેન્દ્રએ મારા પિતાને કહ્યુ કે તેઓ મને ફિલ્મ શૂટ પર લઈ જઈ રહ્યા છે.  જ્યા એક્ટરે આ ગંદી હરકત કરી. આ ઘટના પછી તે અનેક વર્ષો સુધી સ્તબ્ધ રહી.  આ ઘટનાની તેના મગજ પર ઊંડી અસર પડી. પીડિતા મુજબ જીતેન્દ્ર એક જાણીતા એક્ટર છે તેમના શ્રીમંત લોકો અને નેતાઓ સાથે સારા રિલેશન છે. 
 
મીટૂ કૈપેનને કારણે આવી હિમંત - અભિનેતા જીતેન્દ્રની કઝિને કહ્યુ કે મને આ ઘટનાને દુનિયા સામે લાવવામાં વર્ષો લાગી ગયા. આ ઘટનાને સામે લાવવાની હિમંત મને વર્તમાન સમયમાં ચાલી રહેલી #MeTooને કારણે આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ આંદોલનને કારણે દુનિયાની લાખો પીડિતાઓને પોતાની વાત રજુ કરવાની હિમંત મળી છે.   પરિવાર અને સંબંધીઓ દ્વારા યૌન ઉત્પીડનનો શિકાર થનારી પીડિતામાં હવે આશાની કિરણ જાગી છે.