મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (08:40 IST)

Good News - સરોગેસી દ્વારા માતા બની અભિનેત્રી પ્રિયંકા ચોપડા, પોસ્ટ શેયર કરીને આપી માહિતી

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની હતી. સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા તેમણે દરેકને પોતાની પ્રાઈવસી જાળવવાની અપીલ પણ કરી હતી.
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેના ફેંસ સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા છે. થોડા સમય પહેલા શેર કરેલી આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, 'અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ આગળ લખ્યું, 'આ ખાસ અવસર પર અમે આદરપૂર્વક અમારી પ્રાઈવેસીની માંગ કરી રહ્યા છે, કારણ કે અમે આ સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આપ સૌનો આભાર.'
સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને અનેક સેલિબ્રિટી કમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવારજનો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
 
નિકના ભાઈ જો જોનસે પ્રિયંકા અને નિક બંનેની પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ કોમેન્ટ કરી. જ્યારે કે અભિનેત્રી લારા દત્તાએ લખ્યું, "અભિનંદન." આ સિવાય તેમના ફેન્સ પણ આ સમાચારથી ઘણા ખુશ છે. થોડા સમય પહેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.