ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (10:39 IST)

ગોવિંદા અને જૈકી શ્રોફ પર ગ્રાહક કોર્ટે ઠોક્યો દંડ, કર્યુ આવુ કામ

ઉત્તર પ્રદેશના મુજફફરનગરની એક ગ્રાહક કોર્ટે ગોવિંદા અને જૈકી શ્રોફ પર એક દર્દ નિવારક તેલનો પ્રચાર કરવા માટે 20 હજાર રૂપિયાનોદ દંડ લગાવ્યો. આ ઉપરાંત તેલ બનાવનારી કંપની પર પણ દંડ લગાવ્યો છે. . એક યુવકે પાંચ વર્ષ પહેલા એક હર્બલ ઓઈલ બનાવનારી કંપની અને તેના બે સેલિબ્રિટી બ્રાંડ એમ્બેસેડરના વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેના પર હવે નિર્ણય આવ્યો છે. 
 
નોંધયલે ફરિયાદમાં આરોપ લગાવ્યો કે 15 દિવસોમાં દર્દ નિવાર્ણ ન થયુ. જેવુ કે તેની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો. જુલાઈ 2012માં અમાચાર પત્રની એક જાહેરાત જોયા પછી  મુજફ્ફરનગરના વકીલ અભિનવ અગ્રવાલે પોતાના 70 વર્ષીય પિતા વૃજભૂષણ અગ્રવાલ માટે 3600 રૂપિયાની કિમંતવાળુ દર્દ નિવારણ હર્બલ ઓઈલ મંગાવ્યુ. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રાહકોને ફાયદો ન થતા 15 દિવસની અંદર રૂપિયા પરત કરી દેવામાં આવશે. ઉપયોગ કરવાના દસ દિવસ પછી પણ દુખાવો દૂર ન થઈ શક્યો. જ્યારબાદ અગ્રવાલે મધ્યપ્રદેશની કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરી અને તેમણે તેને પ્રોડક્ટને પરત કરવા અને રિફંડ કરવાની વાત કરી. 
 
જો કે કંપનીએ પૈસા પરત ન આપ્યા અને ફરીથી સંપર્ક કરવા પર વકીલને પરેશાન કરવા લાગ્યા. ત્યારબાદ વકીલે ગ્રાહકો કોર્ટમાં ફરિયાદ નોંધાવી. તેમણે જણાવ્યુ કે મૈ પ્રોડક્ટ તેથી ખરીદી કારણ કે ગોવિંદા ને જૈકી શ્રોફ જેવા સેલિબ્રિટી તેનો પ્રચાર કરી રહ્યા હતા. કંપનીએ વચન આપ્યુ હતુય કે 15 દિવસોમાં દર્દ દૂર થઈ જશે. પણ બધુ દગો હતુ. ૝
 
કોર્ટેએ મામલા સાથે સંબંધિત બધા પાંચ લોકો કંપની ગોવિંદા, જૈકી શ્રોફ, ટેલીમાર્ટ, શોંપિંગ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ અને મૈક્સ કમ્યુનિકેશનને દંડના રૂપમાં 20 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ફર્મનો આદેશ આપ્યો હતિ કે તે અન્ય કાયદાકીય ખર્ચ સાથે સાથે અગ્રવાલને 9 ટકા  પ્રતિ વર્ષના વ્યાજ દર સાથે 3600 રૂપિયાની ચુકવણી કરી