રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (13:19 IST)

સબા આઝાદે ઋત્વિક રોશનને લિપ કિસ કરી આપી વિદાય, એયરપોર્ટ પરથી વીડિયો થયો વાયરલ

Hrithik Roshan and Saba Azad Liplock:  Hrithik-Saba Liplock Video: બોલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન   (Hrithik Roshan) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.  
ઋતિક રોશન લાંબા સમયથી સબા આઝાદ(Saba Azad)ને ડેટ કરી રહ્યો છે. આ કપલ અનેક ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં એકસાથે હાથ પકડીને જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં હવે રિતિક રોશન અને સબા આઝાદનો એક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં રિતિક અને સબા એકબીજાને લિપલોક કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોએ ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. રિતિક અને સબાના આ વિડીયો વાયરલ થતા લોકોએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.  

 
કારમાંથી ઉતરતા પહેલા રિતિક રોશન વીડિયોમાં સબા આઝાદને કિસ કરતો જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ કમેન્ટ્સનો વરસાદ પણ શરૂ કરી દીધો છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, 'જેનુ મન એક છોકરીમાં નથી લાગતું, તે વારંવાર બીજી છોકરીઓ  વિશે વિચારતો રહે છે, આજે બીજી કાલે ત્રીજી પછી અન્ય કોઈ છોકરી. બીજાએ લખ્યું, 'આ વીડિયો જોયા પછી સુઝેનને આંચકો લાગશે.'  સાથે જ   એક યુઝરે ફોટોગ્રાફર પર ટિપ્પણી કરી અને લખ્યું, 'આ રીતે કોઈની પ્રાઈવસીમાં દખલ કરવી યોગ્ય નથી.'
 
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન ઘણા સમયથી આગામી ફિલ્મ 'ફાઈટર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન પહેલીવાર મોટા પડદા પર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. દર્શકો પણ આ ફ્રેશ જોડીને ફિલ્મમાં ઓનસ્ક્રીન જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે.