શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 5 એપ્રિલ 2018 (17:32 IST)

સલમાન ખાન જેલમાં રહ્યા તો બોલીવુડના કેટલા કરોડ ડૂબી જશે ?

જોધપુર કોર્ટે કાળા હરણના મામલે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને દોષી સાબિત કરતા પાંચ વર્ષની સજા સંભળાવી છે. સલમાન જો જેલ જાય છે તો બોલીવુડને કરોડોનુ નુકશાન થઈ શકે છે. 1999માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ ની શૂટિંગ દરમિયાન કાળા હરણ મારવાના આરોપમાં સલમાન દોષી સાબિત થયા છે. 
 
સુપરસ્ટાર સલમન ખાન પર બોલીવુડના લગભગ 400 કરોડનો દાંવ લાગેલો છે. જો સલમાન ખાનને 5 વર્ષની જેલ થાય છે તો બોલીવુડને તેમને કારણે આ નુકશાનનો સમાનો કરવો પડી શકે છે. 
150 કરોડની ફિલ્મ રેસ-3 
 
હાલ સલમાન ખાનની ફિલ્મ રેસ-3 ની શૂટિંગ ચાલી રહી છે. સલમાન ખાનના લીડ રોલવાળી આ ફિલ્મનુ બજેટ 150 કરોડ રૂપિયા છે. આ ફિલ્મની શૂટિંગ પૂરી થઈ નથી. સલમાન ખાનને સજા થતા આ પ્રોજેક્ટ વચ્ચે જ અટકી શકે છે.  જેનાથી પ્રોડ્યૂસર્સની ખાસી એવી રકમ ફંસાય શકે છે. 
 
દબંગ-3નું બજેટ 100 કરોડ 
 
દબંગ શ્રેણીનો ત્રીજો પાર્ટ દબંગ-3 ની શૂટિંગ પણ જલ્દી જ શરૂ થવાની છે. આ ફિલ્મની બંને શ્રેણીમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા પર જોવા મળ્યા હતા. ત્રીજા પાર્ટમાં પણ સલમાન ખાન જોવા મળશે.  આ ફિલ્મનુ બજેટ લગભગ 100 કરોડનું છે.

અનેક ફિલ્મોનુ પ્રી-પ્રોડક્શન થઈ ચુક્યુ છે 
 
ફિલ્મ ટ્રેડ સમીક્ષક અમોહ મોહરાનુ કહેવુ છે કે રેસ-3 ઉપરાંત તેમની બાકી ફિલ્મો જેવી કે "દબંગ-3", "કિક 2" અને "ભારત"માંથી કોઈ પણ ફિલ્મનું  શૂટિંગ શરૂ થયુ નથી. જો કે ફિલ્મ શરૂ થતા પહેલા પ્રી-પ્રોડક્શનનુ જે કામ હતુ તે શરૂ થઈ ગયુ છે. જેમા ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લાગી ચુક્યા છે. 
ટીવી શો પર પણ દાવ 
 
સલમાન ખાનની ફક્ત ફિલ્મો જ નહી પણ તેમના ટેલીવિઝન રિયાલિટી શો પર પણ દાવ લાગ્યો છે.  તેઓ 10 વર્ષ પછી   ફરીથી  દસનો દમ લઈને પરત આવી રહ્યા છે. આ ગેમ શો નો પ્રોમો સામે આવી ચુક્યો છે. આ શો ટૂંક સમય શરૂ થવાનો છે. તેમા સલમાન ખાન હોસ્ટના રૂપમાં આવવાના છે. 
 
આમોદ મેહરા કહે છે કે "દસ કા દમ-2" શો માટે ચેનલ પહેલા જ ઘણો ખર્ચ કરી ચુક્યુ છે.  જેને કારણે ઈંડસ્ટ્રીને તો નુકશાન થશે જ પણ સલમાન ખાનના કેરિયરને પણ ભારે નુકશાન થઈ શકે છે. 
 
આ ઉપરાંત સલમાન ખાન ટીવી શો બિગ બોસમાં હોસ્ટની ભૂમિકા પણ ભજવતા રહ્યા છે. જો કે અત્યાર સુધી સીઝન-12 માટે પ્રી-પ્રોડક્શનની જાહેરાત થઈ નથી. 
 
સલમાન ખાન એ સુપરસ્ટારમાંથી એક છે જેમના પર ફિલ્મ ઈંડસ્ટ્રી ખૂબ હદ સુધી નિર્ભર કરે છે. જો જેલ જવાનુ થશે તો તેમના પર લાગેલા પૈસાને કારણે નુકશાન આખી ફિલ્મ ઈંડસ્ટ્રીને ભોગવવુ પડે એ નક્કી છે. 
 
મતલબ દેખીતુ છે કે સલમાન બોલીવુડની કરોડરજ્જુ છે... જેના પર બોલીવુડ ટક્યુ છે.. પણ જો આ રીતે કોઈ સેલીબ્રિટીને માફ કરવામાં આવે તો સામાન્ય જનતાના મનમાં જે વર્ષો જૂનો ભ્રમ છે કે પૈસાવાળાઓ માટે કોઈ નિયમ કાયદો નથી એ સત્ય સાબિત થઈ જશે.. જે પણ કાયદા કે નિયમ બનાવ્યા છે તેનુ એક ભારતીય નાગરિક તરીકે દરેકે પાલન કરવુ જોઈએ.  બોલીવુડના કલાકારો તો લોકોના આદર્શ હોય છે.. તો પછી તેઓ કેમ આ પ્રકારના કાયદા નિયમોથી અજાણ રહે છે.. શુ તેમની અંદર પોતાની પ્રસિદ્ધિ અને પૈસાનો નશો ભરેલો હોય છે તેથી તેઓ આવુ કરે છે ?    ફિલ્મોના પડદાં પર નાયક બનીને લોકોના દિલ જીતવા સાથે રિયલ લાઈફમાં પણ લોકોના નાયક બનીને દિલ જીતે એને જ કહેવાય રિયલ કલાકાર.