દિગ્ગજ નિર્દેશક જે મહેદ્રનનુ 79 વર્ષની વયે નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ

tamil director
Last Modified મંગળવાર, 2 એપ્રિલ 2019 (14:43 IST)
ભારતના દિગ્ગજ નિર્દેશકોમાં સામેલ કરવામાં આવનારા જે. મહેન્દ્રનનુ ચેન્નઈમાં સવારે થઈ ગયુ. તેમની વય 79 વર્ષ હતે. સાજે 5 વાગ્યે જે. મહેન્દ્રનનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહેન્દ્રને તમિલ સિનેમાની અનેક મહત્વપૂર્ણ ફિલ્મો માટે લેખન નિર્દેશનનું કામ કર્યુ.મહેન્દ્રન છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર હતા. ચેન્નઈના અપોલો હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. સોમવારની રાત્રે તેમને ઘરે લઈ જવામાં આવ્યા. જ્યા તેમનુ નિધન થયુ. તેમના નિધનના સમાચાર પુત્ર જૉન મહેન્દ્રને ટ્વીટ દ્વારા શેયર કરી. જૉણ મહેન્દ્રન પણ નિર્દેશક છે.

જે મહેન્દ્રનનો જન્મ 1939માં થયો હતો. મહેન્દ્રના ફિલ્મી કેરિયરની શરૂઆત લેખન દ્વારા થઈ. નામ મોવાર ફિલ્મનુ લેખન મહેન્દ્રનના સિનેમામાં પ્રથમ પગલુ હતુ. મહેન્દ્રન તમિલ સિનેમાને બિઝનેસની દ્રષ્ટિથી નહોતા જોતા. નિર્દેશકના રૂપમાં મુલ્લુમ મલરૂમ મહેન્દ્રની ડેબ્યૂ ફિલ્મ હતી.

રિપોર્ટ્સ મુજબ 1978માં આવેલી મુલ્લુમ મલરૂમને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી. તેમા રજનીકાંત, જય લક્ષ્મી અને શોભા જેવા કલાકારોએ કામ કર્યુ હતુ. એવુ કહેવાય છે કે આ ફિલ્મ રજનીકાંતના કેરિયરમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. એવુ પણ કહેવાય રહ્યુ છે કે રજનીકાંતના સુપરસ્ટાર બનવામાં આ ફિલ્મનુ ખૂબ મોટુ યોગદાન હતુ.

જે મહેન્દ્રના નિધન પછી તમિલ સિનેમામાં શોકની લહેર છે. અનેક સેલિબ્રિટીઝે ટ્વીટ કરી મહેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો :