બંગાળ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિવ ડાલમિયાની માતાજીનુ નિધન

કલકત્તા| Last Modified મંગળવાર, 5 માર્ચ 2019 (16:30 IST)
. પાંચ માર્ચ ના સંયુક્ત સચિવ અવિષેક ડાલમિયની માતા ચંદ્રલેખાનુ મંગળવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર હતી. પારિવારિક સૂત્રોએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ દિવંગત જગમોહન ડાલમિયાની પત્ની ચંદ્રલેખા 72 વર્ષની હતી. તેમના પરિવારમાં પુત્ર અવિષેક ઉપરાંત પુત્રી વૈશાલી સામેલ છે.
દિવંગત જગમોહન

તેમની પુત્રી પશ્ચિમ બંગાળની વિધાનસભા સદસ્ય છે. પારિવારિક સૂત્રોએ જણાવ્યુ, તેમને છેલ્લા કેટલાક દિવસોથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવી હતી અને સવારે નવ વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા. તેઓ એક મહિનાથી વધુ સમયથી બીમાર હતી અને શહેરના ત્રણ જુદા જુદા હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલ્યો.
અંતિમ વાર તેમને ગયા વર્ષે નવેમ્બરમાં ઈડન ગાર્ડન્સમાં જગમોહન
ડાલમિયા વાર્ષિક કનક્લેવના બીજા સત્રમાં જોવામાં આવ્યા હતા. જેમા બ્રાયન લારા, કાર્લ હૂપર, ગ્રીમ સ્મિથ અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા પૂર્વ દિગ્ગજો ઉપરાંત ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ભાગ લીધો હતો.


આ પણ વાંચો :