મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 24 નવેમ્બર 2020 (17:51 IST)

જૈકલીન ફર્નાડિસે ગેંદા ફુલ ગીત પર કર્યો ધમાકેદાર બેલી ડાંસ, વાયરલ થયો વીડિયો

જેકલીનનો વીડિયો સેલિબ્રિટી ડાન્સ ટીચર સંજના મુથરેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ગેંદા ફુલ પર ડાન્સ કરતા જેક્લીનનો અંદાજ પણ  પણ આકર્ષક લાગે છે. જેક્લીન ફર્નાન્ડિસે તાજેતરમાં જ ટોપલેસ ફોટો શેર કર્યો છે. જેક્લીન પોતાનો ફોટો શેર કરતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેક્લીનના આ મોનોક્રોમ ફોટો ઉપર ચાહકો ફિદા થયા છે. બધાં તેની સુંદરતા અને હોટનેસનાં વખાણ કરી રહ્યા છે. જેક્લીને ફોટો શેર કરતાં લખ્યું, 'ખૂબ જ દૂર'. ઉર્વશી રૌતેલાએ પણ આ ફોટા પર ટિપ્પણી કરી છે. ઉર્વશીએ લખ્યું, સ્ટનિંગ. 

જેક્લીન હાલમાં ધર્મશાલામાં ભૂત-પુલીસ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, જેક્લીને કહ્યું, "મારું પાત્ર સુપર સેક્સી અને ગ્લેમરસ છે."  ફિલ્મનું શૂટિંગ હમણા જ  શરૂ થયું છે, તેથી જેક્લીન તેના પાત્ર વિશે વધુ કંઈ કહી શકતી નથી. જો કે, જેક્લીને કહ્યું કે તેનું પાત્ર અત્યાર સુધીના પાત્રોથી ખૂબ જ અલગ અને ભિન્ન છે.
 
ઉલ્લેખનીય છે કે જેકલીન લગભગ એક મહિના માટે હિલ સ્ટેશન પર રહેશે, ત્યારબાદ તે મુંબઈ પરત ફરશે અને રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું શૂટિંગ કરશે.