સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2023 (11:59 IST)

Jubin Nautiyal Birthday: નેશનલ લેવલ શૂટર છે જુબિન, રસપ્રદ વાતો, જે તેમના ફૈસને ખૂબ ગમશે

Jubin Nautiyal Birthday:- લખનૌ જાણીતા સિંગર જુબિન નૌટિયાલે વર્ષ 2014 માં એક મુલાકાત ગીત દ્વારા હિંદી મ્યુઝીક ઈંડસ્ટ્રીમાં પગ મુક્યો. ત્યારબાદ તો તેમણે ઈંડસ્ટ્રીમાં ધમાલ જ ધમાલ મચાવી દીધી અને આજે તેમના લાખો દિવાના છે. 14 જૂન 1989માં ઉત્તરાખંડના દેહરાદૂનમાં જન્મેલા જુબિન નૌટિયાલે દેશમાં ઉત્તરાખંડનુ નામ રોશન કરી દીધી. ઉલ્લેખનીય છે કે જુબિન નૌટિયાલ દેહરાદૂનની એક મોટી બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આજે તેમના 29મા જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે કેટલીક એવી વાતો બતાવી રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
 
જુબિન નૌટિયાલ પોતે જ કાપતા હતા પોતાના વાળ 
 
જુબિન નૌટિયાલની આ વાત તમને થોડી આશ્ચર્યચકિત કરી શકે છે. વાત એમ છે કે તેમને સૈલૂન જવાનું બિલકુલ પસંદ નથી અને તેમને એ પણ નથી ગમતુ કે કોઈ અન્ય તેમના વાળ પર એક્સપરિમેંટ કરે. તેથી જ ઝુબીન ઉર્ફે જુબી પોતાના વાળ પોતે જ કાપે છે. 
 
પોતાની મસ્તીખોર આદતને કારણે અનેક શાળાઓ બદલી 
 
થોડા સમય પહેલા ઝુબીન નૌટિયલે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતો. એટલી મસ્તી કરતો  કે તેના શિક્ષકો પણ તેનાથી પરેશાન હતા.  પહેલા તેણે દહેરાદૂનની સેન્ટ જોસેફ એકેડેમીમાં અભ્યાસ કર્યો, પરંતુ તેની તોફાની હરકતોને કારણે તેણે ઘણી વખત શાળાઓ બદલવી પડી.
 
 
નેશનલ લેવલ શૂટર છે જુબિન 
આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે  જુબિન નૌટિયાલ નેશનલ લેવલ શૂટર છે. બાળપણથી જ તેને શૂટિંગમાં ખૂબ ઈંટરેસ્ટ હતો. પછી તો શુ તેમણે ખૂબ પ્રેકટિસ શરૂ કરી અને આજે તે રાષ્ટ્રીય સ્તર પર શૂટિંગ સ્પોર્ટ્સ સ્ટાર્સ તરીકે જાણીતા છે. 
 
જુબિનને પર્વત ખૂબ પસંદ છે 
 
દેહરાદૂનમાં પોતાનું બાળપણ વિતાવનાર ઝુબીને એક ઈંટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ તે પરેશાન થાય છે, ત્યારે તે સીધા પર્વતો તરફ ભાગવાનું પસંદ કરે છે. પર્વતો પાસે જઈને તેમને શાંતિ અને આરામ મળે છે અને આવી જગ્યાઓની મુલાકાત લીધા પછી તેમને તરત જ સારો અનુભવ થાય છે. આ જ કારણ છે કે તેઓ હંમેશાં પોતાના જીવનમાંથી થોડો સમય પર્વતો માટે કાઢે છે.