સંબંધિત સમાચાર
- Karan Johar Party- કરનની પાર્ટીમાંથી ફેલાયો કોરોના, ચાર લોકો કોરોના સંક્રમિત
- HBD કરણ જોહર - શુ તમે જાણો છો કરણ જોહર અને એકતા કપૂર વચ્ચે શુ છે સમાનતઓ ?
- ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ
- વિકી જૈનની દુલ્હન બનેલી અંકિતા લોખંડેએ પોતાના લગ્નની ખાસ તસવીરો શેયર કરી, લખ્યું- મિસ્ટર અને મિસિસ જૈન
- કરીના-અમૃતા પછી હવે અનિલ કપૂર અને સલમાન ખાનના પરિવારમાં થઈ કોરોનાની એંટ્રી
વિજય દેવરાકોંડા-અનન્યા પાંડેની ફિલ્મ લિગર ''Liger'', આ વખતે રિલીઝ થશે
કરણ જોહરે(Karan Johar) આપી માહિતી સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર વિજય દેવેરાકોંડા(Vijay Deverakonda) આ દિવસોમાં આગામી ફિલ્મ 'લિગર'Ligar ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાઉથ સિનેમા (South Cinema) માં પણ ડેબ્યુ કરવા માટે તૈયાર છે. વિવિધ ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન ડિરેક્ટર કરણ જોહરે 'લિગર'નું નવું પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે
ફિલ્મ 'લિગર'નું પોસ્ટર શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યું- એક્શન, થ્રિલર અને ગાંડપણ - તે એકદમ શાનદાર હશે. પ્રથમ ઝલક 31મી ડિસેમ્બરે બતાવવામાં આવશે અને તમારા નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થશે. આ સાથે તેણે જણાવ્યું છે કે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ થયેલા પોસ્ટર પર લખ્યું છે- આ નવા વર્ષની આગ લગાડી દેશે.