માં દુર્ગાના ગીત પર જોરદાર નાચી સાંસદ નુસરત અને મિમી ચક્રવર્તી. જુઓ Viral Video

nusrat jahan
Last Updated: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (17:47 IST)
પશ્ચિમ બંગાળનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજાની તૈયારીઓ જોરો પર છે. 6 દિવસના આ તહેવારના શરૂ થવાના થોડા દિવસ પહેલા જ લોકસભા સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ મા દુર્ગાના ગીત પર ડાંસ કર્યો છે.
તેમના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ગીતને યુટ્યુબ પર 9 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

બીજી બાજુ ફેસબુક પર આ વીડિયોને 10 લાખથી વધુ વ્યુઝ મ્ળ્યા છે.
આ વીડિયોમાં તેમની સાથે અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી પણ ડાંસ કરતી દેખાય રહી છે.

વીડિયોમાં ત્રણેય અભિનેત્રીઓ ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાય રહી છે. નુસરત રેડ બ્લાઉઝ સાથે ગોલ્ડ સાડીમાં દેખાય રહી છે. આ સાથે રેડ લિપસ્ટિક સિંદૂર તેમના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે.

બીજી બાજુ મિમી ગ્રીન સાડીમાં સુંદર લાગી રહી છે. મિમીએ ગ્રીન બંગડીઓ અને સટબલ મેકઅપ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નુસરતે તાજેતરમાં જ એક બાંગ્લા ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મનુ નામ અસુર છે અને તેના નિર્દેશક પાવેલ છે.

ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેમા નુસરત ઉપરાંત અબીર ચટર્જી અને જીતનો પણ સમાવેશ છે.
આ પણ વાંચો :