મોદીની પ્રચંડ જીત પછી TIME એ મારી પલટી, હવે મોદીને બતાવ્ય દેશને જોડાનારા નેતા
લોકસભા ચૂંટનીના અંતિમ સમયમાં 10 મેના રોજ દુનિયાની બહુપ્રતિષ્ઠિત મેગેઝીન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિવાડર ઈન ચીફ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઈમના આ કવર પર દુનિયાભરમાં બબાલ મચી ગઈ હતી. પણ ચૂંટણી પરિણામોના 6 દિવસ પછી TIME પલટાઈ ગયુ છે. મંગળવારે મેગેઝીને પોતાના એક આર્ટિકલમાં નરેન્દ્ર મોદીને દેશને જોડનારો બતાવ્યો છે. TIME એ લખ્યુ છેકે જે દસકોમા6 કોઈ પ્રધાનમંત્રી ન કરી શક્યુ તે નરેન્દ્ર મોદીએ કરી નાખ્યુ.
ઉલ્લેખનીય છે કે TIME મેગેઝીન પર એક ઓપિનિયન આર્ટિકલ છપાયો છે. જેનુ ટાઈટલ છે ‘Modi has united India like no Prime Minister in decades’ મતલબ દસકોમાં જે કોઈ અન્ય પ્રધાનમંત્રી ન કરી શક્યુ, એ રીતે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધા. મેગેઝીનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યુ છે. જેમને 2014માં Narendra Modi For PMનું કૈપેન ચલાવ્યુ હતુ.
લેખમાં આ ચૂંટણીની સૌથી મોટી ઉપલબ્ધિ બતાવી છે કે નરેન્દ્ર મોદીએ દેશમાં ઘણા સમયથી ચાલી આવતો જાતિવાદ ખતમ કર્યો છે અને એકજૂટ કરી લોકોનો મત પ્રાપ્ત કર્યો છે. નરેન્દ્ર મોદીએ પછાત જાતિના લોકોને પોતાના હકમાં લાવવામાં સફળતા મેળવી છે. પણ વેસ્ટર્ન મીડિયા હજુ પણ નરેન્દ્ર મોદીને અગડી જાતિના નેતાના રૂપમાં પ્રોજેક્ટ કરી રહ્યા હતા.
આ લેખમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા લખવામાં આવ્યુ છે કે કેવી રીતે તેમણે એક ગરીબ પરિવારના હોવા છતા પણ દેશના સૌથી મોટા પદ પર સ્થાન બનાવ્યુ અને ગાંધી પરિવાર સાથે રાજનીતિક લડાઈ લડી. લેખકે લખ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં અનેક આલોચનાઓ છતા પણ જે રીતે નરેન્દ્ર મોદીએ દેશને એક સૂત્રમાં પરોવ્યુ છે એવુ છેલ્લા પાંચ દસકામાં કોઈ પ્રધાનમંત્રી ન કરી શક્યા