મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 22 મે 2021 (17:28 IST)

મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કોન, ફેમ સંગીતકાર રામ લક્ષ્મણનુ હાર્ટ એટેકથી નિધન

મુંબઈ. મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન જેવી તમામ સુપરહિટ ફિલ્મોમાં લોકપ્રિય સંગીત આપનારા જાણીતા સંગીતકાર રામ લક્ષ્મણ ઉર્ફ વિજય પાટિલનુ શનિવારે રાત્રે 2 વાગે નાગપુરમાં હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ. 
 
78 વર્ષીય વિજય પાટીલના પુત્ર અમર પાટિલે પોતાના પિતાના મોતની ચોખવટ કરતા કહ્યુ, પિતાજી કોરોનાથી સંક્રમિત નહોતા. તેમણે કોરોનાની વૈક્સીનની  બઈજી ડોઝ 6-7 દિવસ પહેલા લીધી હતી. ત્યારબાદથી તેમને તાવ અને કમજોરી જેવુ લાગી રહ્યુ હતુ/ રાત્રે 2 વાગ્યે તેમને હાર્ટ અટેક આવ્યો અને તેમણે અંતિમ શ્વાસ લીધા. 
 
ઉલ્લેખનીય છે કે રામ લક્ષ્મણ ઉર્ફ વિજય પાટિલનો જન્મ પણ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં જ થયો હતો. તેમના પુત્ર અમર પાટિલે જણાવ્ય કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા તેઓ પોતાના પઇતાને ગયા વર્ષે ઓક્ટોબરમા જ નાગપુરમાં પોતાને ઘરે લઈ આવ્યા હતા અને ત્યારતહી જ તેઓ ત્યા રહી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે 1977માં આવેલ ફિલ્મ એજંટ વિનોદ સાઈન કરયા બાદ રામ લક્ષ્મણ ફેમ રામનુ નિધન થઈ  ગયુ હતુ. પણ તેમના મોત છતા વિજય પાટિલે પોતાના મિત્રને સન્માન આપવા માટે રામ-લક્ષ્મણના નામથી જ ફિલ્મોમાં સંગીત આપવુ ચાલુ રાખ્યુ હતુ. રામ લક્ષ્મણ રાજશ્રી પ્રોડક્શનની અનેક ફિલ્મોમાં સુપરહિટ સંગેત આપવા માટે જાણીતા છે. તેમણે દાદા કોંડકેની અનેક હિંદી અને મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યુ.  તેમણે હિંદી, મરાઠી અને ભોજપુરીની 75થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યુ. 
 
લતા મંગેશકરે રામ લક્ષ્મણના મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, જેવી તમામ ફિલ્મો માટે અનેક સુપરહિટ ગીત ગાયા હતા.  તેમણે વિજય પાટિલને શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ - "હાલ જાણ થઈ છે કે ખૂબ ગુણી અને લોકપ્રિય સંગીતકાર રામ લક્ષ્મણ જી (વિજય પાટિલ)નો સ્વર્ગવાસ થઈ ગયો છે. તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા. મે તેમના અનેક ગીત ગાયા જે ખૂબ લોકપ્રિય બન્યા. હુ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ"