સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 માર્ચ 2024 (11:51 IST)

Mirzapur Season 3 Teaser: ત્રણ વર્ષની રાહ જોયા પછી રીલીઝ થઈ 'મિર્જાપુર 3' ની પહેલી ઝલક

Mirzapur 3
Mirzapur 3
Mirzapur Season 3 Teaser: 'મિર્જાપુર' એક એવી વેબ સીરીઝ રહી છે જે ભારતમાં ઓટીટી માટે મોટો બ્રેક સાબિત થઈ. આ સીરીઝે દર્શક્ને ખૂબ એંટરટેન કર્યા છે અને આ જ કારણ છે કે ફેંસ લાંબા સમયથી તેની ત્રીજી સીઝન માટે બેતાબ છે. વર્ષ 2020માં 'મિર્જાપુર'  ની બીજી સીઝન આવી હતી અને દર્શકોએ તેને પણ ખૂબ પસંદ કરી. હવે દર્શકોની આતુરતાનો અંત કરતા પ્રાઈમ વીડિયોએ ફેંસ માટે મિર્જાપુર 3 ની પહેલી ઝલક આપી દીધી છે. 19 માર્ચના રોજ #AreYouReady ઈવેંટનુ આયોજન મુંબઈમાં કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન પ્રાઈમ વીડિયોએ 70 ફિલ્મો અને સીરીઝનુ એલાન કર્યુ. તેમાથી એક મુર્જાપુર 3 પણ હતુ. 

 
જોવા મળી મિર્જાપુર 3 ની પહેલી ઝલક 
ઈવેંટમાં પ્રાઈમ વીડિયોએ લગભગ 70 સીરીઝ અને ફિલ્મોનુ એલાન કર્યુ હતુ. તેમા મિર્જાપુર 3, પંચાયત 3, પાતાળલોક 2 ને મળીને કુલ 40 ઓરીજિનલ સીરીઝ અને ફિલ્મો સામેલ છે.  સાથે જ ભારતની સૌથી મોટી અને બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી 29 થિયેટરમાં રજુ થયા બાદ અમેજન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થવાની છે.  આ ઈવેંટમાં મિર્જાપુર 3 નુ પહેલુ ફુટેજ પણ રજુ કરવામાં આવ્યુ. ટીજરમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાને જોઈ શકાય છે. 
 
વીડિયોમાં મિર્જાપુર 3 ના કેટલાક સીન્સને જોઈ શકાય છે. તેમા કાલીન ભૈયા બનેલા પંકજ ત્રિપાઠી એક શાંત સ્થાન પર ઉભા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે ભૂલ તો નહી ગયે હમે ? ત્યારબાદ તમે ગુડ્ડુ ભૈયા અને બીનાને એકબીજાનો હાથ પકડતા જોઈ શકો છો. સીરીઝ દ્વાર શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા, ઈશા તલવારની પણ ઝલક મળી છે. આ નાનકડા વીડિયોથી સ્પષ્ટ છે કે મિર્જાપુર ની સીજન 3 દમદાર થવાની છે. આ વખતે સીરીઝની સ્ટોરી મગજ ફેરવી દેનારી સાબિત થઈ શકે છે. 


Image and Video - Twitter