રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (15:03 IST)

Sonu Sood-મોગા પોલીસે સોનુ સૂદની કાર જપ્ત કરી, બહેન માલવિકા ચૂંટણી લડી રહી છે

પંજાબ ચૂંટણીના મતદાન દરમિયાન મોગા પોલીસે અભિનેતા સોનુ સૂદનું વાહન જપ્ત કર્યું છે. સોનુ સૂદ પર પોલિંગ બૂથ પર જવાનો આરોપ છે. અકાલી દળની ફરિયાદ પર ચૂંટણી પંચે સૂચના આપી હતી, ત્યારબાદ મોગા પોલીસે કાર્યવાહી કરી છે. અકાલી દળે સોનુ સૂદને પોતાના બૂથ સિવાય અન્ય બૂથ પર જવાની ફરિયાદ કરી હતી.
 
આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે સોનુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સોનુ સૂદને બીજી કારમાં જવાનું હતું. ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા સીટથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે આ સીટ પરથી માલવિકાને ઉમેદવાર બનાવ્યા છે.