શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 7 ઑગસ્ટ 2021 (14:03 IST)

અમિતાભના બંગલે અને ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ મુક્યો હોવાની મળી ધમકી, સુરક્ષા વધારી

મુંબઈ(Mubai)ના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશન (three railway station) અને બોલીવુડ અભિનેતા બચ્ચને બંગલામાં (Amitabh Bachchan's Bunglow) બોમ્બ મુકવાની સૂચના મળ્યા પછી આ સથાન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.  શહેરની હાઇટેક પોલીસે ખોટા સમાચાર આપીને ધમકી આપનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈને નિકટ આવેલા કલ્યાણ વિસ્તારમાંથી ખોટા કોલ કરનાર આ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ નશો કરતી વખતે ધમકીભર્યા કોલ કર્યા હતા.
 
ફોનમાં મળી હતી આ ધમકી
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક આરોપીએ ફોન કરીને કહ્યું હતું કે CST, ભાયખલા, દાદર અને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ના ઘરે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ CSTમાં GRP  અને બોમ્બ સ્કવોડ  શરૂ કરી દીધી તો પોલીસે અમિતાભ બચ્ચનના ચાર બંગલાઓની આસપાસ સઘન તપાસ કરી.
 
આ દરમિયાન મુંબઈ પોલીસે આ માહિતી આપીને ઘરમાં સૂતા અમિતાભ બચ્ચનને પરેશાન કરવાનું યોગ્ય ન માન્યું. તેથી, તેને જાણ કર્યા વિના, BDDS (બોમ્બ ડિટેક્શન અને ડિફ્યુસલ સ્કવોડ) એ સંપૂર્ણ તપાસ કરી. પરંતુ ત્યાંથી કોઈ શંકાસ્પદ સામાન કે બોમ્બ મળ્યો નહી. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચનના ઘરની બહાર પોલીસ સુરક્ષા દળ ગોઠવવામાં આવી છે.