સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (17:40 IST)

તનુશ્રીના આરોપ પર બોલ્યા નાના પાટેકર, જે સાચુ છે એ સાચુ જ છે..

નાના પાટેકરે તનુશ્રી મામલે ટિપ્પણી કરવાથી ઈનકાર કરતા કહ્યુ, મે જે 10 વર્ષ પહેલા બોલ્યો હતો, એ આજે પણ સત્ય છે. મને જે કહેવુ હતુ એ કહી દીધુ. થેક્યૂ વેરી મચ. 
 
નાના પાટેકરે આ મામલે વધુ કશુ બોલવાની ના પાડી દીધી. મીડિયાને પૂછવા છતા તેમણે આ મામલે વધુ મોઢુ ન ખોલ્યુ. 
 
શુ છે આખો મામલો ? 
 
બોલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યુ કે વર્ષે 2008માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝની શૂટિંગ દરમિયાન નાનાએ તેનો સેક્સુઅલ હૈરાસમેંટ કર્યો હતો. ગયા અઠવાડિયે તનુશ્રીએ આ મામલાને લઈને મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. 
 
ફરિયાદમાં કહ્યુ, મારા પ્રત્યે નાના પાટેકરનો વ્યવ્હાર સારો નહોતો. ગીતમાં તેમના પાર્ટનુ કામ ખતમ થવા છતા તેઓ સેટ પર હાજર હતા. તેમણે ડાંસ સિખવાડવાના નામ પર મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચી હતી. બીજી બાજુ નાના પાટેકર આ આરોપોને સતત નકારતા આવ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં પણ તેમણે આ આરોપોનુ ખંડન કરવા માટે પ્રેસ કૉંફેંસ કરી હતી. તેમણે ગયા અઠવાડિયે જ મીડિયાના પ્રશ્ન પૂછતા કહ્યુ હતુકે  તેનો જવાબ તેઓ 10 વર્ષ પહેલા જ આપી ચુક્યા છે.