શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (17:24 IST)

નાના પાટેકર પછી હવે ફિલ્મ ડાયરેક્ટર પર તનુશ્રી દત્તાએ લગાવ્યો ગંભીર આરોપ

બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા હાલ ખૂબ ચર્ચામાં છે. તનુશ્રીએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો કે તેમને સેટ પર તેની સાથે ગૈરવર્તણૂંક કરી હતી. હવે તનુશ્રીએ એક વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ખાનગી ચેનલને આપેલ ઈંટરવ્યુમં તનુશ્રીએ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર પણ શોષણનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ, વિવેકે મને કહ્યુ હતુ કે તારા કપડા ઉતાર, પછી ઈરફાન ખાન અને સુનીલ શેટ્ટી સામે ડાંસ કરો. આ ઘટના વર્ષ 2005ની છે. જ્યારે હુ ફિલ્મ ચોકલેટનુ શૂટિંગ કરી રહી હતી.  આ સીનમાં ફક્ત બે એક્ટર્સનો ક્લોઝઅપ શૉટ લેવાનો હતો. એ સીન મારો હતો જ નહી. છતા પણ ડાયરેક્ટરે મને કહ્યુ કે કપડા ઉતારો અને તેમની સામે નાચો. ત્યારે ઈરફાન ખાન અને સુનીલ શેટ્ટીએ વિવેકને ટોક્યો. 
તનુશ્રી દત્તાએ કહ્યુ, 'ઈરફાન અને સુનીલે કહ્યુ કે અમને ઈશારાની જરૂર નથી.  અમને ખબર છે કે અમારે કેવુ કરવાનુ છે. તનુશ્રીને ડાંસ કરવા માટે ન કહો. હુ ઈરફાન ખાનની ખૂબ ઈજ્જત કરુ છુ. આ તેમનો શોટ હતો અને તેમણે મારા માટે સ્ટેંડ લીધુ.  મારા કપડા ઉતારીને ડાંસ કરવાથી તેમના ફેશિયલ એક્સપ્રેશન સાથે કોઈ લેવા દેવા નહોતી. છતા પણ ડાયરેક્ટરે કહ્યુ કે જાવ, કપડા ઉતારીને નાચો.  હુ હેરાન હતી. ઈરફાન પણ વિવેકની વાત સાંભળીને ગભરાય ગયા. તેમને વિવેકની સાથે પહેલા પણ કામ કર્યુ હતુ.  તેમણે વિવેકને કહ્યુ કે તમે આ શુ કહી રહ્યા છો.  હુ મારો ક્લોઝઅપ આપી શકુ છુ. મને એક્ટિંગ આવડે છે.  સુનીલે પણ પોતાનો પક્ષ મુક્યો. તેમને આ વાતનો વિરોધ કર્યો. તેઓ બોલ્યા કે હુ આવુ શુ ઈશારા કરવા માટે.  ઈરફાન અને સુનીલ ઈંડસ્ટ્રીના ખૂબ જ સારા લોકોમાંથી એક છે. સુનીલે વિવેકને ફટકાર લગાવી. 
 
નાના પાટેકર પર લગાવ્યો આ આરોપ 
 
નાના પાટેકર પર આરોપ લગાવતા તનુશ્રીએ કહ્યુ હતુ કે નાના પાટેકર વિશે બધા જાણે છે. તેમનો વ્યવ્હાર સ્ત્રીઓ પ્રતિ અપમાનજનક રહ્યો છે. ઈંડસ્ટ્રીના લોકો તેમના વિશે બધુ જાણે છે કે તેમણે એક્ટ્રેસ સાથે મારપીટ અને છેડછાડ કરી છે. સ્રીઓ પ્રત્યે તેમનો વ્યવ્હાર હંમેશ ક્રૂર રહ્યો છે.  પણ કોઈપણ પબ્લિકેશને આ મુદ્દા પર કશુ લખ્યુ નથી. 
 
તનુશ્રીનુ માનીએ તો ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તે સોલો આઈટમ નંબરનુ શૂટિંગ કરવા આવી હતી. તનુશ્રીનો આરોપ છેકે નાના પાટેકર સેટ પર તેમની સાથે ખૂબ જ ગેરવર્તણૂકથી રજુ થતા હતા. તેમણે પ્રોડ્યૂસર્સને ફરિયાદ પણ કરી પણ કોઈએ પણ તનુશ્રીની વાત પર વિશ્વાસ કર્યો નહી. એટલુ જ નહી સ્ટુડિયોમાંથી બહાર નીકળતા સમયે તેમના પર હુમલો થયો હતો. પછી પોલીસે આવીને તનુશ્રી અને તેના પરિવારને બચાવ્યા હતા.