બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (14:43 IST)

Nora Fatehi Covid Positive: નોરા ફતેહીને પણ થયો કોરોના, કપિલ શર્મા અને ગુરૂ રંઘાવા પર સંક્રમણનુ સંકટ

Nora Fatehi Covid Positive
દુનિયાભરમાં બૈલે ડાંસથી એક ખાસ ઓળખ બનાવનારી નોરા ફતેહી(Nora Fatehi) કોરોનાના ચપેટમાં આવી ગઈ છે. નોરા ફતેહીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યુ કે તેમની કોવિડ 19 (Covid19) રિપોર્ટ પોઝિટિવ આવી છે. તાજેતરમાં જ પંજાબી સિંગર ગુરૂ રંઘાવા સાથે તે ડાંસ મેરી રાની ગીતમાં જોવા મળી. આ ગીતના પ્રમોશનને માટે તે સલમાન ખાતના શો બિગ બોસ 15થી લઈને કપિલ શર્માના શો સુધી પહોંચી 
 
આવામાં કપિલ શર્માના શો થી લઈને સલમાન ખાનના બિગ બોસ 15 પર પણ સંકટના વાદળો ઘેરાય શકે છે. તેથી ગુરૂ રંઘાવા અને ડાંસરના સંપર્કમાં આવનારા કલાકારોને પણ કોરોના તપાસ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી પોતાના ગીત ડાંસ મેરી રાનીને પ્રમોટ કરવા કપિલ શર્મા શો, સલમાન ખાનના બોગ બોસ 15 વીકેંડ કે વાર, ઈંડિયાજ બેસ્ટ ડાંસરથી લઈને અનેક શો માં જોવા મળી હતી. 




નોરા ફતેહીએ કોરોના સંક્રમિત થયા બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેણે લખ્યું, 'હું હાલમાં કોરોના સામે લડી રહી છું. પ્રામાણિકપણે, તે ખૂબ જ મુશ્કેલ છે. હાલ હું ડોક્ટરોની દેખરેખમાં છું. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે અને માસ્ક પહેરે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દરેકને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કમનસીબે મને પણ કોરોના થયો છે અને તેની સામે લડવું ખૂબ મુશ્કેલ છે. આ કોઈને પણ થઈ શકે છે, તેથી સાવચેત રહો. હું હાલમાં સાજી થઈ રહી છુ. તમારા સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. કાળજી લો, સુરક્ષિત રહો.