સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 13 મે 2023 (00:58 IST)

Parineeti-Raghav Engagement: રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાની સગાઈમાં સેલેબ્સ અને રાજકારણીઓનો જામશે મેળો, જાણો ગેસ્ટ લિસ્ટ, થીમની ફુલ ડીટેલ્સ

Parineeti Chopra-Raghav Chadha Engagement: બોલીવુડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી(AAP) ના સાંસદ રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. સતત સાથે જોવા મળ્યા બાદ તેમના લગ્ન અને સગાઈને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આવામાં હવે 
પરિણીતી ચોપરા  (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)  સગાઈ કરવા જઈ રહ્યા છે. અમે તમને રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સંબંધિત માહિતી આપીશું. 
 
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની વિગતો
 
રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ આવતીકાલે 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થશે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની થીમ વિશે વાત કરીએ તો આ ખાસ દિવસ માટે બોલીવુડ થીમ અપનાવવામાં આવી છે. તેમના જીવનના આ ખાસ દિવસે, રાઘવ ચઢ્ઢા પવન સચદેવા ડિઝાઈન કરેલો અચકન અને પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.
 
આ ઉપરાંત  જો કાર્યક્રમના શેડ્યુલની વાત કરીએ તો, કાર્યક્રમ લગભગ 5 વાગ્યે શરૂ થશે, સૌપ્રથમ સુખમણી સાહિબનો પાઠ થશે, ત્યારબાદ અરદાસ અને પછી રાત્રે 8 વાગ્યે સગાઈ અને ત્યારબાદ ડીનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
 
આ રહી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈના ગેસ્ટ લિસ્ટ
 
બી-ટાઉન અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાની આ સગાઈને ક્લોઝ રિંગ સેરેમની કહી શકાય. જેમાં પરિવાર અને નજીકના મિત્રોના 150 લોકોને સગાઈ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
વાત કરીએ પરી અને રાઘવના ખાસ મહેમાન વિશે વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને બોલીવુડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા સહિત રાજકારણ અને બોલિવૂડ સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તીઓ આ સગાઈ સમારોહમાં હાજરી આપશે.