રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 18 નવેમ્બર 2021 (15:26 IST)

પ્રીતિ ઝિંટા જોડિયા બાળકોની બની માતા - લગ્નના 5 વર્ષ પછી 46 વર્ષની પ્રીતિના ઘરે કિલકારી ગૂંઝી, સરોગેસીથી જન્મેલા પુત્ર-પુત્રીના નામ બતાવ્યા

બોલીવુડ અભિનેત્રી પ્રીતી ઝિંટા માતા બની છે. 46 વર્ષની પ્રાતિના ઘરે સરોગેસી દ્વારા બાળકોનો જન્મ થયો છે. પ્રીતિએ આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી. તેણે લખ્યુ હુ બધાની સાથે આજની સૌથી મોટી ગુડ ન્યુઝ શેયર કરવા માંગુ છુ. જીન અને હુ ખૂબ જ ખુશ છીએ અને અમારા દિલ આભાર અને પ્રેમથી ભરાય ગયુ છે. કારણ કે અમે અમારા જોડિયા બાળકો જય જિટા ગુડ ઈનફ અને જિયા જિંટા ગુડઈનફ નુ અમારા પરિવારમા સ્વાગત કરી રહ્યા છે. 

 
પ્રીતિએ ત્યારબાદ લખ્યુ, અમે જીવનના આ નવા પડાવને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. હુ ડોક્ટર્સ નર્સ અને અમારી સરોગેટને આ ખૂબસૂરત જર્ની માટે આભાર કહેવા માંગુ છુ. તમે સૌને ખૂબ ખૂબ પ્રેમ.