મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (14:03 IST)

અલી અબ્બાસ ઝફરની ક્રાઈમ-થ્રિલર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેટરીના કૈફ જોવા મળી શકે છે

શાહિદ કપૂરે થોડા દિવસો પહેલા એક પોસ્ટર રિલીઝ કર્યું હતું અને કહ્યું હતું કે તે પ્રખ્યાત નિર્દેશક અલી અબ્બાસ ઝફર સાથે નવી ફિલ્મ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બંને એક અલગ પ્રકારની ક્રાઈમ થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે. 
 
કેટરીના કૈફની (Katrina Kaif) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મમાં ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત પર કેટરીનાના ડાન્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સિવાય કેટરીના જેના કારણે સૌથી વધુ હેડલાઇન્સમાં છે તે છે વિકી કૌશલ (Vicky Kaushal) સાથેના લગ્નના સમાચાર. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કેટરીના શાદીએ એક નવી ફિલ્મ સાઈન કરી છે જેમાં તે શાહિદ કપૂર (Shahid Kapoor) સાથે જોવા મળશે.