સંબંધિત સમાચાર
- Shilpa Shetty and Raj kundra- શિલ્પા-રાજ ફરી મુશ્કેલીમાં
- હેપી બર્થડે જુહી ચાવલા - સેટ પર આ કારણે 7 વર્ષ સુધી આમિર ખાન અને જુહી ચાવલાએ વાત નહોતી કરી, આ રીતે થયો પેચઅપ
- સૂર્યવંશી પછી સિંઘમ 3 લાવવાની તૈયારીમાં રોહિત શેટ્ટી, કલમ 380 પર આધારિત રહેશે ફિલ્મ
- KBC 13: કેબીસીના સેટ પર 4 કલાક મોડા પહોચ્યા Kapil Sharma, Amitabh Bachchan એ લઈ લીધી ક્લાસ
- એક્ટ્રેસ કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની તૈયારીઓ તડામાર થઈ
Vicky Katrina Wedding: રાજકુમાર રાવ તથા પત્રલેખાના લગ્ન બાદ હવે વિકી કૌશલ અને કેટરીનાના
લગ્નની ચર્ચા છે. ચાહકો આતુરતાથી આ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બંને 7-9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ફોર્ટમાં સાત ફેરા ફરવાના છે. બંનેની ટીમ પણ અહીંયા આવીને વ્યવસ્થા જોઈ ગઈ છે. લગ્નમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો જ સામેલ રહેશે.
સલમાન ખાન નહીં આવે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુપરસ્ટાર સલમાન ખાન પરિવાર સાથે લગ્નમાં સામેલ થશે નહીં. ચર્ચા એવી પણ છે કે કેટરીનાએ પહેલી કંકોત્રી સલમાન ખાન તથા તેના પરિવારને આપી હતી. આમ તો ચાહકોને ખ્યાલ જ છે કે કેટરીનાના સલમાન સાથે પારિવારિક સંબંધો છે. સારાનરસા સમયે હંમેશાં બંને એકબીજાની પડખે ઊભા રહ્યા છે. આ લગ્નના ગેસ્ટ લિસ્ટમાં કરન જોહર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, મીની માથુર-કબીર ખાન, રોહિત શેટ્ટી સામેલ છે. આ ઉપરાંત વરુણ ધવન તથા નતાશા દલાલ પણ આવવાના છે.
કેટરીના કૈફ તથા વિકી કૌશલની રોકા સેરેમની દિવાળીના દિવસે ડિરેક્ટર કબીર ખાનના ઘરે યોજાઈ હતી.
તડામાર તૈયારીઓ
લગ્નમાં કોણ કોણ આવશે અને એના માટે સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે રાખવામાં આવી છે એ અંગે હજી સુધી મેનેજમેન્ટ કંઈ જ કહ્યું નથી. હોટલમાં બુકિંગ કન્ફર્મ થઈ ગયું હોવાથી સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે
