પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ડેટ કંફર્મ થઈ ગઈ છે. જોધપુરમાં લેશે ફેરા

priyanak nick jones marriage date final
Last Modified ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (12:34 IST)
બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ડેટ કનફર્મ થઈ ગઈ છે. ખબર છે કે બન્ન્ને આવતા મહીના જોધપુરમા શાહી અંદાજમાં સાત ફેરા લેશે.
પ્રિયંકા અને નિકની એક વર્ષની ડેટિંગ પછી આ વર્ષ ઓગસ્ટમાં રોકા કરાયું હતું.

ખબરો મુજબ પ્રિયંકા અને નિક લગ્નના ફંકશન 20 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી જોધપુરમાં ચાલશે. લગ્નના બધા કાર્યક્રમ જોધપુરના ઉમ્મેદ પેલેસમાં થશે. આ લગ્ન પૂરી રીતે શાહી અંદાજમાં થશે.
સૂત્રો મુજબ પ્રિયંકા લગ્નથી પહેલા આ મહીના ન્યૂયાર્કમાં તેમના મિત્રો માટે એક બ્રાઈડલ શાવર પણ રાખશે જેમાં તેની હૉલીવુડના મિત્રો પહોંચવાની આશા છે.

અમેરિકી સિંગર નિક જોનસ લગ્નની તૈયારીઓ માટે પાછલા દિવસો ભારત આવ્યા હતા અને પ્રિયંકાની સથે લોકેશન ફાઈનલ કરવા જોધપુર પણ ગયા હતા. તે પહેલા બન્ને પાછલા વર્ષ મેટ ગાલા ઈવેંટમાં થઈ હતી. જ્યારબાદ બન્નેના અફેયરની ખબર આવી શરૂ થઈ હતી.આ પણ વાંચો :