પ્રિયંકા-નિકના લગ્ન - જૂતા સંતાડવાના રિવાજમાં પરિણીતિએ માંગ્યા 3.5 કરોડ રૂપિયા..મળ્યા કેટલા તેનો ખુલાસો નહી

priyanka nick
Last Modified સોમવાર, 3 ડિસેમ્બર 2018 (12:17 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસની અહીના ઉમ્મેદ ભવન પેલેસની બારાદરીમાં રવિવારે મોડી રાત્રે હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન થયા. પેલેસના પ્લાઝા એરિયામાં મંડપ બનાવ્યો હતો. જ્યા બેંગલુરૂથી આવેલ પંડિત ચંદ્રશેખર શર્માની આગેવાનીમાં 11 પંડિતોએ લગ્નના મંત્ર બોલ્યા. આ દરમિયાન જૂતા સંતાડવાનો રિવાજ પણ થયો. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ મુજબ પ્રિયંકાની કઝિન પરિણિતીએ નિક પાસે બદલ લગભગ 3.5 કરોડ (5 લાખ ડોલર) માંગ્યા હતા. નિકે કેટલી નેગ આપી તેની હજુ સુધી જાણ થઈ નથી.
priyanka nick
આ પહેલા સાંજે ઉમ્મેદ ભવન પેલેસના સ્ટાફ ગેટ પાસે બનેલ ગાર્ડન એરિયા પરથી નિકનો વરઘોડો રવાના થયો. શેરવાની અને ચૂડીદાર પાયજામામાં સજેલ નિકે સાફો પહેરી રાખ્યો હતો અને કમર પર તલવાર પણ બાંધી. દેશી-વિદેશી જાનૈયાઓએ નાચતા ગાતા પેલેસમાં જ એક ચક્કર લગાવ્યો. બધા મહેમાન ટ્રેડિશનલ કાસ્ટ્યૂમમાં હતા. વધુ પક્ષની તરફથી મધુ ચોપડાએ જાનૈયાઓનુ સ્વાગત કર્યુ હતુ.

નિકે કુવૈત અને દુબઈથી પણ બોલાવ્યા શેફ
- પેલેસમાં મહેમાનોને ફૂડ સર્વ કરવા માટે તાજના 50થી વધુ શેફ આવ્યા હતા. આ સાથે જ નિકે કુવૈત અને દુબઈથી પોતાના પર્સનલ શેફ પણ બોલાવ્યા. લગ્નમાં મેકઅપ માટે 15 બ્યુટી એક્સપર્ટની ટીમ બોલાવવામાં આવી.

લગ્નમાં દૂર રહેલ શાહરૂખ ખાન,
એઆર રહેમાન : લગ્નમાં બોલીવુડના કોઈ મોટો ચેહરો ન જોયો. જ્યારે કે શાહરૂખ ખાન,
એઆર રહેમાન ઉપરાંત હૉલીવુડ સ્ટાર અને ડબલ્યૂ ડબલ્યૂએ ના રેસલર ધ રૉક (ઈવેન જૉનસન) અને સિંગર રિહાના નામથી તો ઉમ્મેદ ભવન પેલેસમાં રૂમ પણ બુક હતો. પણ આવ્યુ કોઈ નહી. પહેલા 100 મહેમાનોના નામ હતા પણ લગ્નના થોડા દિવસ પહેલા આ લિસ્ટ 250 સુધી પહોંચી ગયુ હતુ. આ હિસાબથી ઉમ્મેદ ભવનમાં 64 અને અજીત ભવનમાં 65 રૂમ બુક હતા. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને સોનૂ નિગમ પણ આવવાના હતા.


આ પણ વાંચો :