પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ક્રિશ્ચિયન રિવાજથી લગ્ન બંધનમા બંધાયા- આજે લેશે 7 ફેરા

Last Updated: રવિવાર, 2 ડિસેમ્બર 2018 (09:59 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે શનિવારે ક્રિશ્ચિયન રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ પૂર્વ અને પશ્ચિમનીનો એક શાનદાર મિલન જણવાઈ રહ્યું છે.
priyanka chopra engagement
આ પ્રેમી દંપતીએ કેથોલિક વિધિઓ સાથે લગ્ન કર્યા. બંને વચ્ચેની પ્રથમ ભેંટ ગયા વર્ષે થઈ હતી. વિદેશમાં લગ્ન કરવા માટે પ્રખ્યાત વ્યક્તિત્વ વલણથી વિપરીત, પ્રિયંકાએ ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો અને તેના માટે, તેણે લગ્ન કરવા માટે જોધપુરના ઉમેદ ભવન પેલેસને પસંદ કર્યું. જેને લગ્ન કરવાના હિસાબથી દુનિયાના સૌથી શાનદાર સ્થાનમાંથી એક ગણાય છે.
priyanka chopra
સમાચાર મુજબ, વરરાજાના પિતા પૌલ કેવિન જોનાસે ખ્રિસ્તી સમારંભમાં તેમના વિધિઓ પૂર્ણ કર્યા. વર-વધુ (પ્રિયંકા અને જોનાસ)રાલ્ફ લોરેન દ્વારા ડિજાઈન કરેલા કપડાં પહેર્યા હતા. પ્રિયંકાએ ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલા વેડિંગ ગાઉન પહેર્યું હતું. જ્યારે નિકએ જાંબળી રંગના કોટ પહેર્યા હતા. બન્ને વરવધુના પરિજન સિવાય તેના નજીકી મિત્ર શામેલ હતા. (Photo courtesy : Twitter)


આ પણ વાંચો :