રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (13:09 IST)

લગ્નથી 10 દિવસ પહેલા ભારત પહોંચ્યા નિક, પ્રિયંકા ખાસ અંદાજમાં કર્યું વેલકમ

Priyanka Chopra Nick Jonas wedding
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પછી હવે પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ચર્ચા છે. જલ્દી જ બન્ને લગ્નના બંધનમાં બંધાશે. નિક પ્રિયંકાની લગ્નની ર્તૈયારીઓ જોધપુરમાં ચાલી રહી છે. 
 
ત્યાં નિક જોનસપણ તેમની દેશી ગર્લથી લગ્ન રચાવવા માટે ભારત પહોંચી ગયા છે. તે અમેરિકાથી સીધા દિલ્હી આવ્યા. જેની જાણકારી તેને પોતે સોશિયલ મીડિયા પર આપી. નિકએ ભારત પહોંચતા જ પ્રિયંકાએ તેનો ખાસ અંદાજમાં વેલકમ કર્યું. 
તેમજ નિક જોનસ સોશિયલ મીડિયા પર નિક સાથે રોમાંટિક પોસ્ટ કરીને કેપ્શન લખ્યું- વેલકમ હોમ બેબી. પ્રિયંકાએ દ સ્કાઈ પિંકના સેટ પર મિઠાઈઓ વહેંચી. 
પ્રિયંકા ચોપડા ફિલ્મ દ સ્કાઈ ઈજ પિંકની શૂટિંગમાં બિજી છે. ખબરો મુજબ પ્રિયંકા નિક 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરશે.