શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (11:43 IST)

બોટમાં પતિ નિક સાથે COZY થઈ પ્રિયંકા, રોમાંસ કરતી તસ્વીરો થઈ વાયરલ તો યુઝર્સ બોલ્યા - અસમમાં પુર આવ્યુ છે અને તમે...

પ્રિયંકા ચોપડાએ થોડા દિવસ પહેલા મિયામીમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.  ત્યાની કેટલીક તસ્વીરો તેમણે તાજેતરમાં જ પોતાન સોશિયલ મીડિયા એકાઉંટ પર શેયર કરી છે. આ તસ્વીરોમા પ્રિયંકા સમુદ્રની લહેરો વચ્ચે બોટ પર નિકની સાથે રોમાંસ કરી રહી છે. પ્રિયંકાની આ તસ્વીરો કેટલાક ફેંસને પસંદ આવી તો કેટલાકે તેમને ટ્રોલ પણ કરી દીધી. 
લોકોનુ કહેવુ છે કે પ્રિયંકા અસમની બ્રાંડ એમ્બેસેડર છે અને ત્યા એ સમય પૂરથી લોકો પરેશાન છે. આવામાં તેમનુ આમ સાર્વજનિક રીતે રોમાંસ કરવુ શોભતુ નથી. બીજી બાજુ પ્રિયંકાના ડ્રેસિંગ સેંસની પણ મજાક ઉડાવી. પ્રિયંકાએ પિંક બિકીની સાથે હાથમાં ગ્લબ્સ પહેર્યા છે. આ ફેશન 50ના દસકાની છે. 
એક યુઝરે લખ્યુ પ્રિયંકાએ ગ્લબ્સ કેમ પહેર્યા છે. આ આજનો ટ્રેંડ નથી.  બીજા યુઝરે લખ્યુ, 'બિકિની સાથે ગ્લબ્સ કોણ પહેરે છે. બીજી બાજુ અસમની બ્રાંડ એંબેસેડર થવા પર યુઝરે લખ્યુ, "શુ તમને જરા પણ શરમ છે. અસમમાં પૂર આવ્યુ છે. અસમની બ્રાંડ એમ્બેસેડર હોવાને નાતે તમારે ત્યાના લોકોની મદદ કરવી જોઈએ. પણ તમે તો ત્યા સ્મોક અને એંજોય કરી રહી છો."
 
એક અન્ય યુઝરે લખ્યુ, 'તમને અસમના બ્રાંડ એમ્બેસેડર ન બનાવવા જોઈએ. અહી તમારા સિવાય અન્ય ઘણા લોકો છે. તમારી અંદર કોઈ ક્વાલિટી નથી દેખાતી.' ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની મિયામીથી સ્મોકિંગ કરતી તસ્વીરો પણ વાયરલ થઈ હતી. તેમા તે પોતાના પતિ અને મા સાથે સ્મોકિંગ કરી રહી હતી 
 
આ તસ્વીરોને લઈને પણ તેમને ઘણુ ટ્રોલ થવુ પડ્યુ હતુ. પ્રિયંકાની આ તસ્વીર એ કારણે પણ ચર્ચામાં આવી કારણ કે તેને અસ્થમા છે.  સાથે જ તે ખુદ પ્ણ સિગરેટને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવીને ટ્વીટ કરી ચુકી હતી. પ્રિયંકાની ફિલ્મોની વાત કરીએ તો ધ સ્કાય ઈઝ પિંક માં તે જોવા મળશે.  આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર છે.  આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રજુ થશે.