સ્વિમિંગ નથી આવડતુ છતા ઊંડા પાણીમાં વોટર થેરેપી લેવા ઉતરી Shilpa Shetty, જુઓ વીડિયો

shilpa
નવી દિલ્હી.| Last Modified શનિવાર, 27 જુલાઈ 2019 (14:38 IST)

અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ પોતાના પરિવાર સાથે થાઈલેંડમાં રજાઓ વિતાવી રહી છે. શિલ્પાએ પોતાના વેકેશનની અનેક તસ્વીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. જેમા તે ઘણી મસ્તી કરતી દેખાય રહી છે. પણ શિલ્પાએ આજે જે વીડિયો શેયર કર્યો તેમા તેને ખુદ સાથે સંકળાયેલ એક ખુલાસો કર્યો છે.
shilpa

શિલ્પાએ પોતાનો એક વીડિયો શેયર કર્યો છે જેમા તે વૉટર થેરેપઈ લેતી જોવા મળી રહી હતી. વીડિયો શેયર કરતા અભિનેત્રીએ જણાવ્યુ, આજનો દિવસ ખૂબ શાનદાર રહ્યો. હુ મારા વિશે કંઈક બતાવવા માંગુ છુ. હુ તરી નથી શકતી. મને સ્વીમિંગ નથી આવડતુ. મે અનેકવાર શીખવાની કોશિશ કરી પણ થયુ નહી. પણ આજે મે જાણ્યુ કે માતાની કોખમાં બાળક કેવુ ફીલ કરે છે.
મારા ચેહરા પર મારુ હાસ્ય આ ખુશીને સહેલાઈથી બતાવી શકે છે.

જો તમે વીડિયો જોશો તો તમને એ સ્પષ્ટ રૂપે જોઈ શકશો કે શિલ્પા સ્વીમિંગ પુલમાં એકલી નથી.
પણ તેની સાથે એક ટ્રેનર છે. જે તેમને વોટર થેરપી આપી રહી છે. શિલ્પા આ થેરેપીને ખૂબ એંજોય કરી રહી છે.
જુઓ વીડિયો.
આ પણ વાંચો :