બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 જૂન 2018 (15:54 IST)

રજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ

રજનીકાંતની ફિલ્મ કાલા આજે મતલબ કે ગુરૂવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.   ચેન્નઈમાં કાલાનો પ્રથમ શો સવારે ચાર વાગ્યાથી શરૂ થયો અને ચાર વાગ્યા પહેલા જ મૂવીના લોકોની ભીડ થિયેટર બહાર ઉમડવી શરૂ થઈ ગઈ. લોકો વચ્ચે રજનીકાંતને લઈને દિવાનગી એ હદ સુધી જોવા મળી રહી છે કે થિયેટર બહાર લાગેલ રજનીકાંતના પોસ્ટર્સ પર ફેંસ દૂધ ચઢાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફિલ્મની રીલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. ફિલ્મનુ પ્રોડક્શન રજનીકાંતના જમાઈ ધનુષની કંપની વંડરબારે કર્યુ છે.  બીજી બાજુ ફિલ્મના નિર્દેશક પા રંજીત છે. 
રજનીકાંતની ફિલ્મ કાલાના પ્રદર્શન પર પહેલા રોક લગાવી હતી. પણ હવે આ ફિલ્મ આખા દેશમાં રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતના ફેંસ ફક્ત ચેન્નઈમાં જ નહી મુંબઈમાં પણ ફિલ્મ જોવા માટે ખૂબ બેતાબ જોવા મળ્યા.  ફિલ્મ કાલા નું ટ્રેલર ગયા મહિનાની 27 તારીખે રીલીઝ થયુ હતુ. ફિલ્મનુ ટ્રેલર રજનીકાંતના ફેંસે ખૂબ પસંદ કર્યુ  છે.  ફિલ્મમાં રજનીકાંત કરપ્શન સામે લડતા જોવા મળશે.  ફિલ્મમાં હુમા કુરૈશી અને નાના પાટેકર પણ છે. નાના પાટેકર આ ફિલ્મમાં કદાવર નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે.