રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (22:47 IST)

હાર્ટ અટેક આવાથી એક્ટર રમેશ દેવની મોત, જોલી LLB'' અને 'ઘાયલ'માં કામ કર્યું

બોલિવૂડ એક્ટર રમેશ દેવનું 93 વર્ષની વયે નિધન થયું છે. 285 થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા રમેશ દેવે બુધવારે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ રમેશ દેવનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.
 
આ રીતે કરિયરની શરૂઆત થઈ
રમેશ દેવ વય-સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમનું આકસ્મિક અવસાન હિન્દી અને મરાઠી સિનેમા માટે આઘાત સમાન છે. 30 જાન્યુઆરી 1929ના રોજ જન્મેલા રમેશ દેવે વર્ષ 1951માં ફિલ્મ 'Paatlaachi Por' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.