શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (17:15 IST)

કટરીના કૈફને સલમાન ખાને લગ્નમાં આપી 3 કરોડની કાર? રણવીર-શાહરૂખ ખાનના મોંઘા Gifts ચર્ચામાં

ઈંડસ્ટ્રીના લોકોએ આપી મોંઘી ભેટ 
 
કટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન પછી હનીમૂન પરથી પરત મુંબઈ આવી ચુક્યા છે. તેમના રિસેપ્શનની ડેટ અને સ્થાન પણ ચર્ચામાં આવી ચુક્યુ છે. આ દરમિયાન તેમને મળેલી મોઘી ગિફ્ટની ચર્ચા છે. રિપોર્ટ્સનુ માનીએ તો સલમાન ખાને કટરીના કૈફને મોંઘી રેંજ ઓવર કાર આપી છે. બીજી બાજુ તેમણે રણબીર કપૂરને ડાયમંડ નેકલેસ આપ્યો છે. શાહરૂખ ખાન, રિતિક રોશન અને આલિયા ભટ્ટે પણ કટરીના કૈફ અને વિકી કૌશલને મોંઘી ભેટ મોકલી છે. આ સેલીબ્રિટી લગ્નમાં ભલે સામેલ ન થયા હોય પણ સમાચાર સાંભળવા મળ્યા છે કે રિસેપ્શનની ગેસ્ટ લિસ્ટમાં આ સ્ટાર્સના નામ છે. અહી જુઓ કોણે શુ આપ્યુ. 
 
સલમાન ખાને આપી મોંઘી કાર 
 
કટરીના કૈફના લગ્નમાં ઈંડસ્ટ્રીના અનેક મિત્રો સામેલ ભલે ન થઈ શક્યા હોય પણ ભેટ સાથે પોતાની શુભેચ્છા તેમણે વિકી-કટરીના સુધી પહોંચાડી દીધી છે. જો કે આ વિશે ઓફિશિયલ માહિતી નથી પણ જી ન્યુઝ ઈંડિયાની રિપોર્ટ મુજબ સલમાન ખાને કેટરીના કૈફને 3 કરોડ રૂપિયાની રેંજ ઓવર કાર આપી છે.  સલમાન અને કેટરીનાની નિકટતા કોઈનાથી છિપી નથી.  એક સમયે બંનેની ડેટિંગની ચર્ચા પણ આવી ચુકી છે. જુદા થયા પછી પણ બંને વચ્ચે ખૂબ સારી મૈત્રી છે.  અને બંને એકબીજાના વેલવિશર્સ છે. 
 
રણવીરના હારની કિમંત કરોડોમા 
 
 
કટરીના કૈફ અને રણવીર કપૂર વચ્ચે રિલેશનશિપ અને બ્રેકઅપ બંને ચર્ચામાં રહી ચુક્યા છે. રિપોર્ટ્સ છે કે રણવીરે પણ કટરીના માટે હીરાનો હાર મોકલ્યો છે. આ હારની કિમંત 2.7 કરોડ રૂપિયા બતાવાય રહી છે. રણવીર પણ લગ્નમાં સામેલ થયા નહોતા. હવે જોવાનુ એ છે કે તેઓ કટરીનાના રિસેપ્શનમાં ભાગ લેશે કે નહી. 
 
આલિયા ભટ્ટે મોકલી ક્યુટ ગિફ્ટ 
 
આલિયા ભટ્ટ પણ કટરીનાની સારી મિત્ર છે. લગ્ન સમયે ચર્ચા હતી કે આલિયા રાજસ્થાન જઈને સેરિમનીજમાં ભાગ લઈ શકે છે.  જો કે આવુ ન થયુ. હવે જાણવા મળ્યુ છે કે આલિયાએ પણ કેટરીના સુધી ભેટ પહોંચાડી દીધી છે. આલિયાએ તેને લાખો રૂપિયાનુ પરફ્યુમ બાસ્કેટ ભેટમાં આપ્યુ છે. 
 
અનુષ્કાએ પણ આપી ડાયમંડની ભેટ 
 
અનુષ્કા શર્મા પણ કટરીનાના લગ્નમાં જવાની હતી. બંને વચ્ચે સારી દોસ્તી છે અને હવે કટરીનાનુ નવુ ઘર પણ અનુષ્કાના પડોશમાં છે. અનુષ્કા-વિરાટ પણ કટરીનાના લગ્નમાં જઈ શક્યા નહી. જો કે સમાચાર છે કે અનુષ્કાએ કટરીનાને ડાયમંડ ઈયરિંગ્સ ભેટ કરી છે. જેની કિમંત 6 લાખ રૂપિયા છે. 
 
શાહરૂખની ભેટ નવા ઘરમાં લગાવશે  કૈટ 
 
 
કટરીના કૈફ અને  શાહરૂખ ખાને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. બંને વચ્ચે સારી બોંડિંગ છે.  શાહરૂખ પણ કટરીનાના લગ્નમાં પહોંચી શક્યા નહોતા રિપોર્ટ્સ છે કે તેમણે કટરીના અને વિકીને 1.5 લાખ રૂપિયાની મોંઘી પેટિંગ ભેટ કરી છે. જે તેમને નવા ફ્લેટમાં સજાવવામાં કામ લાગશે. 
 
તાપસી-રિતિકના ગિફ્ટ્સ પણ શાનદાર 
 
ઋતિક રોશન અને તાપસી પન્નુએ પણ નવી  જોડી માટે મોંઘી ભેટ મોકલી છે. સમાચાર છે કે ઋત્વિકે વિકી-કટરીને BMW G310R બાઈક આપી છે. જેની કિમંત 3 લાખ રૂપિયા છે. બીજી બાજુ તાપસી પન્નુએ કેટરીના કૈફને પ્લૈટિન બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યુ છે. રિપોર્ટ્સનુ માનીએ તો કટરીના-વિકીનુ રિસેપ્શન 20 ડિસેમ્બરના રોજ મુંબઈના JW Marriott માં થશે.