શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 27 જૂન 2017 (13:00 IST)

સેફ અલી ખાન પર ભડકી Ex વાઈફ અમૃતા, હવે શુ કરશો કરીના... !!

લાંબા સમયથી સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને બોલીવુડ ડેબ્યૂના સમાચારથી બોલીવુડ ગરમાય રહ્યુ હતુ. આ દરમિયાન સેફ અલી ખાને પુત્રીના ડેબ્યૂને લઈને કંઈક એવુ કહી દીધુ જેનાથી અમૃતા સિંહ ભડકી ગઈ અને સેફને આપ્યો બે ટૂંક જવાબ.. 
 
સૈફે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે અને તે ખુશ છે કે સારા ટૂંક સમયમાં જ બોલીવુડમાં ડગ માંડી રહી છે. અમે બધા કલાકારોના ખાનદાનના છીએ અને દેખીતુ છે કે સારાની અંદર પણ એ જ ગુણ છે.  પણ હુ તેને લઈને થોડો ચિંતિત છુ.  કારણ કે એક્ટિંગનુ પ્રોફેશન ટિકાઉ કેરિયર નથી. કારણ કે હુ તેને પ્રેમ કરુ છુ તેને ચિંતા કરુ છુ તેથી તેને લઈને પરેશાન છુ. આનાથી વધુ હુ કશુ કહેવા માંગતો નથી... 
 
પુત્રીના ડેબ્યૂને લઈને અમૃતાને સૈફનુ આ વલણ બિલકુલ ગમ્યુ નથી અને તેઓ ભડકી ગયા. 
 
ડીએનએ ની એક રિપોર્ટનુ માનીએ તો બતાવાય રહ્યુ છે કે અમૃતાનુ કહેવુ છે કે સૈફ એ ખૂબ જ બિનજવાબદારીપૂર્ણ વાત કરી છે. બીજી બાજુ સૈફ  આ મામલાને તૂલ ન આપતા અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. 
 
અમૃતાના આ નિવેદનને સાંભળ્યા પછી કરીના કપૂરને ખોટુ લાગવુ સ્વાભાવિક છે. કારણ કે કરીનાનુ માનવુ છે કે સૈફ પોતાના બાળકો માટે ખૂબ કેયરિંગ છે. હવે જોવાનુ એ છે કે અમૃતાના આ  નિવેદન પર પટૌડી ખાનદાન પલટવાર કરે છે કે નહી. 
 
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અભિષેક કપૂરની આવનારી ફિલ્મ કેદારનાથ માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં જોવા મળવાની છે.