રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (12:47 IST)

સલમાન ખાનએ તેમના ફાર્મ હાઉસ પર સાંપ કરડ્યો, મોડી રાત્રે હોસ્પીટલમાં દાખલ થયા

સલમાન ખાન તેમના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર મોડીરાત્રે સાંપ કરડયો. જે પછી તેમને સારવાર માટે હોસ્પીટલમાં ભરતી કરાવ્યો. રાહતની વાત આ છે કે તેણે હોસ્પીટલથી રજા મળી ગઈ છે. રવિવારની સવારે આશરે 9 વાગ્યે તેમને તેમના ફાર્મ હાઉસથી પરત આવ્યા છે. જણાવી રહ્યુ છે કે અત્યારે તેમની તબીયત ઠીક છે અને તે ખતરાથી બહાર છે. સલમાનના ફાર્મ ફાઉસની આસપાસ ખૂબ ઝાડ- છોડ છે અને તે આ વિસ્તાર ચારે બાજુ પહાડોથી ધેરાયલુ છે જેના કારણે આ ખતરો બની રહ્યુ છે. 
 
રાત્રે 3 વાગ્યે સલમાન ખાનને મુંબઈના કામોઠેના એમજીએમ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો. જાણકારી મુજબ સલમાન ખાન અત્યારે તેમના ફાર્મ હાઉસ પર આરામ કરી રહ્યા છે.