રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 12 એપ્રિલ 2023 (16:04 IST)

Salman Khan ની નવી SUV નો નંબર પણ છે સ્પેશ્યલ, ભાઈજાનના ગુડલક સાથે છે કનેક્શન

salman khan car
Salman Khans bulletproof SUV: સતત જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે સલમાન ખાને તાજેતરમાં નવી બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી ખરીદી છે.  નવી કારમાં ફરતી વખતે તેમને સ્પોટ કરવામાં આવ્યા. તાજેતરમા તો આ લક્ઝરી કાર ભારતીય બજારમાં પણ લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ પોતાની  સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલમાને દક્ષિણ એશિયાના બજારમાં સૌથી લોકપ્રિય અને મોંઘી કાર આયાત કરી હતી. હવે તેમની નવી કારની નંબર પ્લેટ સૌનુ ધ્યાન ખેંચી રહી છે. કારણ કે આનો નંબર અભિનેતાના ગુડલક સાથે કનેક્ટેડ છે. 

 
સલમાનની બર્થડેટ છે ગાડીનો નંબર 
 
 તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો જેમા સલમાન ખાનની આ નવી કિમંતી કારની નંબર પ્લેટ પર સૌનુ ધ્યાન ગયુ. સલમાનના ફેંસને આ નંબર પ્લેટે અટ્રેક્ટ કર્યા.  કારણ કે તેમાં એક્ટરની બર્થ ડેટ દેખાઈ રહી છે. સલમાનની આ 7 સીટર SUVની નંબર પ્લેટ 2727 છે. એટલે કે સલમાનની જન્મતારીખ. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. જણાવી દઈએ કે આ પહેલા પણ સલમાનની રેન્જ રોવર અને મર્સિડીઝનો નંબર પણ  2727 છે.

ખૂબ જ ખાસ છે સલમાનની નવી કાર 
 
સલમાન ખાનની નિસાન પેટ્રોલ એસયૂવી બીજી બુલેટપ્રુફ ગાડી છે જેમા પહેલી ટોટ્યોટા લૈંડ ક્રૂઝર પાડો એસયૂવી છે. જેને તેઓ મોટેભાગે વિવિધ અવસર પર ઉપયોગમાં લે છે.  સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને અધિકારીઓ સહિત હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ માટે સંભવિત હુમલાઓ સામે સાવચેતી તરીકે બુલેટપ્રૂફ કારનો ઉપયોગ કરવો અસામાન્ય નથી. સાથે જ  આ કારે હવે સલમાનની અગાઉની ટોયોટા લેન્ડ ક્રુઝર LC200નું સ્થાન લીધું છે, જેને હેવી બોડી અને બુલેટપ્રૂફ ગ્લાસથી ડિઝાઇન કરવામાં આવી હતી.
 
સલમાન ખાનને મળી વધુ એક ધમકી
 
11 એપ્રિલે સલમાન ખાનને રોકી નામના કોલર તરફથી વધુ એક જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ફોન કરનારે 30 એપ્રિલે અભિનેતાને મારી નાખવાની ધમકી આપી હતી. સોમવારે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે. કોલ કરનાર, જેણે પોતાની ઓળખ રાજસ્થાનના જોધપુરના રોકી ભાઈ તરીકે આપી હતી, તેણે એમ પણ કહ્યું કે તે ગૌ રક્ષક (ગાય-રક્ષક) છે.