સંબંધિત સમાચાર
- હુ સુસાઈડ કરી લઈશ, ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ વાયરલ ગર્લ મોનાલિસાની થઈ આવી હાલત, રડતા-રડતા બતાવ્યુ દુ:ખ
- 26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ
- Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર
- Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ
- એકા લખાની અને રવિ ભાગચંદકાના લગ્નમાં જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો મેળો, તેંડુલકર પરિવારે પુત્રવધૂએ સાથે મહેફિલની રોનક વધારી
કોણ છે Daldal માં અભિનયથી મહેફિલ લૂંટનારી સમારા તિજોરી, પિતા છે પૉપુલર અભિનેતા, હૉટનેસમાં સૌને આપી રહી છે માત
ભૂમિ પેડનેકરની સીરિઝ 'દલદલ' (Daldal) અમેજન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. જેમા તેની દમદાર પરફોર્મેંસના વખાણ થઈ રહ્યા છે. આ સીરીઝમા દીપક તિજોરીની પુત્રી સમારા તિજોરી એ એક સીરિયલ કિલરનો નેગેટિવ રોલ ભજવ્યો છે. જેણે દર્શકોનુ ધ્યાન ખેચ્યુ છે.
મનોરંજન ડેસ્ક. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ની સીરીઝ દલદલ (Daldal) અમેજન પ્રાઈમ વીડિયો પર રજુ થઈ. આ મિસ્ટ્રી થ્રિલરને પોતાના દમદાર પરફોર્મેંસને કારણે ખૂબ પ્રશંસા મળી રહી છે. દલદલમાં ભૂમિએ ડીસીપી રીતા ફરેરાની ભૂમિકા ભજવી છે.
ભજવ્યો છે સીરિયલ કિલરનો રોલ
આ શ્રેણીમાં બીજા એક પાત્રે તેના નકારાત્મક પાત્રાલેખન માટે ધ્યાન ખેંચ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ દીપક તિજોરીની પુત્રી, સમારા તિજોરી વિશે.
સમારા આ શ્રેણીમાં અનિતા આચાર્ય, જેને અનંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું પાત્ર ભજવે છે. તે એક સિરિયલ કિલરનું પાત્ર ભજવે છે જે ખુદને પત્રકાર તરીકે ઓળખાવે છે. સમારા અભિનેતા-દિગ્દર્શક દીપક તિજોરીની પુત્રી છે અને વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.
સમારાનો જન્મ 17 ઓક્ટોબર, 1998 ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે જમનાબાઈ નરસી સ્કૂલ અને પછી અજમેરની માયો કોલેજ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, આ ઉપરાંત તેણે રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ પણ રમ્યુ હતુ. સમારાએ મુંબઈની સોફિયા કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.
અભિષેક બચ્ચન સાથે પણ કર્યું કામ
તેણે "બોબ બિશ્વાસ" ફિલ્મથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે અભિષેક બચ્ચનની પુત્રીની ભૂમિકા ભજવી હતી.
આ પહેલા, તેણે કેમેરા પાછળ સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેણે ઢિશૂમ અને ભૂત: પાર્ટ વન - ધ હોન્ટેડ શિપ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યુ.
પોતાના તાજેતરના અભિનય વિશે બોલતા, તેણે એક ઈંટરવ્યુમાં કહ્યું, "આ ખૂબ જ રોમાંચક છે. તે જાણીને ખૂબ જ આનંદ થાય છે કે મારી મહેનતને ઓળખ અને પ્રશંસા મળી રહી છે ."
હાલ માટે, સમારા દલદલ ની સફળતાનો આનંદ માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, પોતાના હોટ ફોટા શેર કરે છે.