25 વર્ષ પછી માધુરી અને સંજય દત્તનો થયો સામનો, શૂટ કર્યુ સીન !

madhuri sanjay
Last Modified મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (18:06 IST)
 
બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હાલ ભલે નાના પડદા પર ફેંસને એંટરટેન કરતી જોવા મળી રહી છે પણ સિલ્વર સ્ક્રીનને પણ તેણે બાય બાય નથી કર્યુ. તાજેતરમાં કરણ જોહરની મોટા બજેટવાળી ફિલ્મ કલંક ખૂબ ચર્ચામાં છે. કારણ હતુ સંજય અને માધુરીનુ ફિલ્મમાં એક સાથે હોવુ. ફિલ્મમાં અનેક મોટા સ્ટાર્સને સાઈન કર્યા હતા.  પણ આ દરમિયાન આ ચર્ચા હતી કે બંને ફિલ્મનો એક ભાગ જરૂર છે પણ સાથે કોઈ સીન શૂટ નહી કરે.  એંટરટેન મેંટ પોર્ટલ પિંકવનાની રિપોર્ટ મુજબ બંને સ્ટાર્સે તાજેતરમાં અનેક સીન શૂટ કર્યા છે. 
 
આ વાતને લઈને જ્યારે માધુરીને પૂછવામાં આવ્યુ કે આટલા વર્ષો પછી સંજય સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તો માધુરીએ ટાળવાના અંદાજમાં કહ્યુ કે કલંક સંજય દત્ત ઉપરાંત વરુણ ધવન, આલિયા ભટ્ટની પણ ફિલ્મ છે. ચર્ચા પણ આવી હતીકે માધુરીએ સંજય દત્ત સાથે સીન ન હોવાને કારણે જ કરણ જોહરને ફિલ્મ માટે હા પાડી હતી. 
સજય માધુરીના ફૈન આ વાત સારી રીતે જાણે છે કે સંજયની જીંદગીમાં માધુરીનો મહત્વનો રોલ રહ્યો છે. પણ બંને જ સ્ટારે  આ વાત પર ઓફિશિયલ કમેંટ નથી કર્યુ. 
 
થોડા દિવસ પહેલા સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજુમાં માધુરી સાથે જોડાયેલ એક સીન હતો. જેને માધુરીની રિકવેસ્ટ પર હટાવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક ટાઈમ પર બંનેના અફેયરની ખૂબ ચર્ચા હતી. ફિલ્મ ખલનાયક પછી બંને વચ્ચે ડેટિંગના કિસ્સા સાંભળવા મળ્યા હતા. પણ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. એકવાર સંજયે માધુરીને લઈને પોતાના નિવેદનથી બધાને ચોકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ગોવા ફેસ્ટ દરમિયાન જ્યારે સંજય દત્તને સવાલ કરવામાં આવ્યો કે જો તેમને તક આપવામાં આવે તો તેઓ કંઈ સેલીબ્રિટી સાથે લગ્ન કરવા માંગશે ? સંજયે જવાબ આપતા તરત જ કહ્યુ હતુ કે હુ માધુરી દિક્ષિત સાથે લગ્ન કરવા માંગુ છુ. 
 


આ પણ વાંચો :