રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2024 (16:22 IST)

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

અભિનેત્રી સારા અલી ખાનની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનુ ટ્રેલર સોમવારે ફિલ્મના મેકર્સે ઓનલાઈન લોંચ કરી દીધી. એક ગુમનામ નાયકની અનટોલ્ડ સ્ટોરીમાં અભિનેત્રી સારા અલી ખાનનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં તે આ મૂવીઝના પ્રમોશનમાં લાગી છે. આ દરમિયાન સારાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે આ ફિલ્મોના પ્રમોશન દરમિયાન અભિનેત્રી એક દુર્ઘટનાનો ભોગ બની છે. 

 
બુધવારે સારા અલી ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા પોતાની સ્ટાઈલમાં દર્શકોનું અભિવાદન કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેણે કહ્યું છે કે હું એક સાથે બે ફિલ્મોનું પ્રમોશન કરી રહી છું અને આ દરમિયાન મારુ પેટ દઝાય ગયુ. 
 
હવે શુ કરવુ તેનાથી આપણને એક પાઠ શીખવા મળી ગયો છે. દુર્ભાગ્યથી આ અમારી સાથે થયુ. જો કે સારા અલી ખાને એ ન બતાવ્યુ કે આ દુર્ઘટના તેમની સાથે કેવી રીતે થઈ.