શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (08:45 IST)

સોનૂ સૂદએ 30 મિનિટમાં Remdesivir પહોંચાડવાના વાદો કર્યો, લોકો બોલ્યા જાન બચાવી લો

બૉલીવુડ એક્ટર સોનૂ સૂદ ઈંડસ્ટ્રીના તે સેલેબ્સમાંથી એક છે જે કોરોનાને મુશ્કેલ સ્થિતિમાં લોકોની મદદમાં લાગ્યા છે. તેનાથી લોકો સોશિયલ મીડિયાથી મદદ માંગી રહ્યા છે અને સોનૂ લોકોની અપીલ પર જવાબ પણ આપી રહ્યા છે અને તેમના સુધી મદદ પણ પહોંચાડી રહ્યા છે. તેમજ આ વચ્ચે તેનાથી મદદ માંગતા લોકોના મેસેજ જુએ તો સૌથી વધારે રેમડેસિવીરની માંગણી કરાઈ રહી છે. દરેક કોઈ સૂનૂથી જલ્દી થી જલ્દી દવાની વ્યવસ્થાની અપીલ કરી રહ્યો છે. ઘણા તો તેમનાથી કહે છે હવે કોરોના દર્દીનો જીવ સોનૂ સૂદ જ બચાવી શકે છે. 
 
સોનૂ સૂદ પાછળા વર્ષની રીતે આ વર્ષે પણ દેશમાં કોરોનાની માર ઝેલી રહ્યા લોકોની મદદ કરવામાં લાગ્યા છે. આ સમયે તે ટ્વિટર પર મદદ માંગી રહ્યા લોકોને ફટાફટ જરૂરની વસ્તુઓ પહોચાડી રહ્યા છે. તેમાંથી રેમડેસિવીરની દવાની સૌથી વધારે માંગણી થઈ રહી છે. તે સિવાય હોસ્પીટલમાં દર્દી માટે બેડથી લઈને ઘણા જરૂરિયાતને પણ સોનૂ સૂદ પૂરી કરી રહ્યા છે. એક યૂજરને તો સોનૂ સૂદ 30 મિનિટમાં  રેમડેસિવીર પહોંચાડવાના વિશ્વાસ અપાવતા જોવાયા છે. 
 
સૂનૂ સૂદથી કોરોના દર્દીઓના પરિજન જુદા-જુદા રીતે મદદ માંગતા જોવાઈ રહ્યા છે. એક યૂજરએ સૂનૂ સૂદને ટેગ કરતા લખ્યુ કે "મારા ચાચાની જાન બચાવવામાં પ્લીજ મારી મદદ કરો, તેમના ફેફસાંના 70 ટકા કોરોના ફેલી ગયુ છે. આ યૂજરએ રેમડેસિવીરની જરૂર વિશે જણાવ્યો તો સૂનૂએ વાદો કર્યુ કે આવતા 30 મિનિટમાં રેમડેસિવીર તેમના હાથમાં હશે. 
 
તે સિવાય ઘણા બીજા લોકોએ પણ સોનૂ સૂદથી મદદ માંગી છે. એક યૂજરએ જણાવ્યુ કે તેમના પિતા મજૂર છે અને તેને કોરોના થઈ ગયો છે તેને હોસ્પીટલમાં બેડની જરૂર છે. 6 દિવસથી કોઈ મદદ નહી કરી રહ્યો. તેના પર સોનૂએ કહ્યુ- મજૂર છે તો શું થયું? આવતા 15 મિનિટમાં હોસ્પીટલમાં તેમનો બેડ હશે.