શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (13:09 IST)

કંગનાના નિવેદનથી ભડકી સની લિયોની, જેને કંઈ ખબર નથી તે વધારે બોલે છે

કંગના રાણોટ હાલ  બોલીવુડમાં દરેકના નિશાન છે. સુશાંતના મૃત્યુથી ડ્રગના કેસમાં જરૂર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે, પરંતુ તે એક મુદ્દાના બહાને સમગ્ર બોલીવુડને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેણે તાજેતરમાં ઉર્મિલા માતોડકરને સોફ્ટ પોર્ન સ્ટાર તરીકે વર્ણવી હતી, ત્યારબાદ સની લિયોનીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
 
કંગનાએ ઉર્મિલા પછી એક ટ્વીટ કરીને સની લિયોનીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અભિનેતાએ લખ્યુ હતુ, એક લેખક ફક્ત તેથી લિંચ કરવામાં આવ્યો હતો કારણ કે તેણે એવુ કહી દીધુ હતુ કે સની લિયોનીને એક રોલ મોડલના રૂપમાં નથી જોઈ શકાતી. કેટલાક ફેક ફેમિનિસ્ટને આ વાતથી સમસ્યા હતી કે સનીને પોર્ન સ્ટાર કેમ કહેવામાં આવી. 
સની લિયોને કંગનાનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું હતું. સનીના કહેવા મુજબ, 'કંગનાને તેના વિશે કંઈ જ ખબર નથી, પરંતુ તે હજી પણ સૌથી વધારે બોલી રહી છે.'
 
કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'આ કેટલુ મજેદાર છે કે તમારા વિશે એવા લોકો  સૌથી વધુ બોલે છે, જે તમારા વિશે સૌથી ઓછુ  જાણે છે.' સની લિયોનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
 
સનીના ફેન્સ આ સમયે તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે, અભિનેત્રીનુ આ મુદ્દે ખુદને ડિફેંડ કરવો અને કંગના પર નિશાન સાધવુ સૌને પ્રભાવિત કરી ગઈ કે તેણે આ મુદ્દે પોતાનો બચાવ કર્યો અને કંગનાને નિશાન બનાવી કોમેંટ બોક્સમાં દરેક સની લિયોનીની પ્રશંસા કરી રહ્યા છે.
 
હવે સન્નીના આ નિવેદન પર કંગના રાનોટ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું. અગાઉ પણ ઘણા સેલેબ્સ કંગનાને નિશાન બનાવ્યા હતા અને અભિનેત્રીએ બધાને યોગ્ય જવાબ આપ્યો હતો.
 
ઉલ્લેખનીય  છે કે, કંગના રાણોત હાલમાં બોલીવુડમાં જ લડતી નથી, પરંતુ તે પોતાના ટ્વીટ્સ દ્વારા સતત ઉદ્ધવ સરકારને સત્તામાં પડકાર આપી રહી છે. આવી સ્થિતિમાં સેલેબ્સ એક તરફ તેમના પર હુમલો કરી રહ્યા છે, બીજી તરફ, ઘણા નેતાઓ પણ તેમની વિરુધ્ધ નિવેદન આપી રહ્યા છે.