બીજા લગ્નની તૈયારીમાં બિઝી જોવા મળી સ્વરા ભાસ્કર, થોડા દિવસ પહેલા કર્યા હતા લગ્ન
પોતાના બડબોલા અંદાજને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારી સ્વરા ભાસ્કર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. સ્વરાએ 16 માર્ચે લગ્ન કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સ્વરાએ 16 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. સ્વરાના લગ્નના નિર્ણયને લઈને ફેંસ ખૂબ હેરાન થઈ ગયા અને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કારણ કે સ્વરાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્હ્યા છે તેણે થોડા દિવસ પહેલા સ્વરાએ ભાઈ કહ્યુ હતુ.
સ્વરા હવે કોર્ટ મેરેજના 18 દિવસ પછી એકવાર ફરી લગ્ન કરવા જઈ રહી છે. સ્વરા ભાસ્કર અને ફહદ અહેમદ આગામી અઠવાડિયે ગ્રેંડ લગ્ન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ કપલની 11 થી 16 માર્ચ થનારી પ્રી વેડિંગ ફક્શનમા હલ્દી, મેહંદી અને સંગીત સેરેમની પણ હશે અને પછી આ જોડી ટ્રેડિશનલી લગ્નના બંધનમાં બંધાય જશે.
16 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ પછી સ્વરા પોતાની આવનારી ફિલ્મ મિસેજ ફલાનીના શૂટિંગમાં વ્યસ્ત હતી. હવે શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે પોતાના લગ્નની તૈયારી માટે દિલ્હી પહોચી ગઈ છે. જાણવા મળ્યુ છે કે સ્વરા ડેસ્ટિનેશન વેડિંગને બદલે દિલ્હીમાં પોતાના નાના-નાનીના ઘરમાં એક ઈંટિમેટ અને ઈમોશનલ લગ્નનુ ઓપ્શન પસંદ કરી રહી છે.