મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (17:44 IST)

બોયફ્રેંડ તરફથી દગો મળતા તમિલ અભિનેત્રીએ કરી આત્મહત્યા, સુસાઈટ નોટમાં મા ને કહ્યુ - સજા જરૂર આપવજો

તમિલ અભિનેત્રી મૈરી શીલા જેબરાની (યાશિકા) એ ચેન્નઈના પેરાવલ્લૂર સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ લખીને પોતાના પ્રેમી મોહન બાબૂને બધી પરિસ્થિતિ માટે દોષી ઠેરવ્યો. આ સુસાઈડ નોટ તેમને વ્હોટ્સએપના મેસેજના માધ્યમથી પોતાના માતાને મોકલાવ્યો છે.  સુસાઈડ નોટમાં તેમણે મોહન બાબૂ પર પ્રતાડિત કરવા અને ખરાબ વ્યવ્હાર કરવાનો આરોપ લગાવ્યો. 
 
લિવ ઈનમાં રહેતા હતા યાશીકા-મહેશ - યાશિકા તિરુપ્પૌરની રહેનારી હતી અને વાડાપજાનાના એક હોસ્ટલમાં રહેતી હતી. આ દરમિયાન મોબાઈલ ફોન સર્વિસ સેંટરમાં કામ કરનારા મોહનબાબૂ સાથે તેમની મૈત્રી થઈ ગઈ. દોસ્તી પ્રેમમાં બદલાઈ અને તેણે પેરાવલ્લૂર સ્થિત જીકેએમ કોલોનીમાં ભાડેથી ઘર લઈ લીધુ. જ્યા તે લિવ ઈનમાં રહેવા લાગ્યા. 
મા ને કહ્યુ - સજા જરૂર અપાવજો - મીડિયા રિપોર્ટ મુજબ કોઈ વાત પર યાશિકા સાથે ઝગડો કર્યા પછી મોહન ત્યાથી પરત પોતાના ઘરે આવી. એકલા હોવાની કારણે યાશિકા તનાવમાં આવી ગઈ અને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાની માતાને વ્હોટ્સએપ સંદેશમાં લખ્યુ - મારી સાથે લગ્ન ન કરવા અને મને પ્રતાડિત કરવા માટે મારા મોત પછી તમે તેને સખત સજા અપાવજો. ઘટનાની સૂચના મળ્યા પછી પોલીસે મામલો નોંધી લીધો છે અને મોહનની શોધમાં લાગી છે.