સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 27 જુલાઈ 2022 (13:40 IST)

નીમ્સ યુનિવર્સિટીએ અભિષેક દુધૈયાને માનદ પ્રોફેસરની પદવીથી સન્માનિત

Abhishek Dudhaiya
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક અભિષેક દુધૈયા કે જેમણે અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા સાથે 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'નું નિર્માણ, લેખન અને દિગ્દર્શન કર્યું છે તે હવે પરમવીર ચક્ર વિજેતા બાના સિંહની બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. નીમ્સ યુનિવર્સિટી, જયપુર (રાજસ્થાન) દ્વારા તેમને માનદ પ્રોફેસરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નીમ્સગ્રૂપના ચેરમેન અને નીમ્સ યુનિવર્સિટીના ચાન્સેલર, પ્રો. ડૉ. બી.એસ. તોમરે જણાવ્યું હતું કે, નીમ્સ ગ્રૂપ અભિષેક દુધૈયાને કલાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ માનદ પ્રોફેસરનું બિરુદ આપવા બદલ ગર્વ અનુભવે છે. જે બદલ અભિષેક દુધૈયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.